નવી દિલ્હીઃ દેશભરમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા વગર સિઝનનો વરસાદ પડી રહ્યો છે. તો પહાડી પ્રદેશોમાં જોરદાર હિમવર્ષા થઈ રહી છે.. જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં જાણે બરફનું સામ્રાજ્ય છવાઈ ગયું છે.. જોકે આ બરફ ક્યાંક મોજ કરાવી રહ્યો છે. તો ક્યાંક મુશ્કેલી વધારી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો શિમલાના ટીક્કર વિસ્તારમાં પણ કંઈક આવું જ છે.. વૃક્ષોની માત્ર ડાળીઓના નિશાન દેખાય છે.. બાકી કઈ દેખાય તો તે માત્ર બરફ... જાણે કે બરફની એક અલગ દુનિયા જ બની છે.  મનાલીમાં તો અદભૂત દ્રશ્યો દેખાયા.. પાછળ પહાડ.. આગળ ઘર... પરંતુ સૌની પર બરફની સફેદ ચાદર... બરફના તો જાણે થર જામ્યા છે. 


હિમાચલપ્રદેશથી આગળ વાત કરીએ જમ્મુ કાશ્મીરની... તો શ્રીનગરમાં વરસાદી છાંટા પણ આવ્યા ને સ્નો ફોલ પણ થયો.. જેના કારણે ફરવાની મજા માણવા આવેલા પ્રવાસીઓને મોજ પડી ગઈ.


આ પણ વાંચોઃ તમાકુ વેપારીના ઘરે રેડમાં મળ્યું વર્ષો જૂનું પ્રિયા સ્કૂટર નંબર 4018, શું છે કહાની? 


જમ્મુ કાશ્મીર બાંદીપોરાના દ્રશ્યો જોઈએ તો એકવાર બરફની મજા માણવાનું મન થાય.. પરંતુ ત્યાં રહેતા લોકોની હાલાકી એટલી જ વધુ છે. બાળકોને રસી અપાવવા જતા લોકો જાણે અનેક પડકારો પાર કરીને સ્વાસ્થ્ય કેન્દ્ર પર પહોંચી રહ્યા છે. 


માર્ચમાં માવઠું.. વગર સિઝને આવતો વરસાદ મજા નહીં પરંતુ સજા લઈને આવતો હોય છે.. ઉત્તરપ્રદેશના કાનપુરમાં પણ વરસાદ સાથે બરફના કરા પડ્યા.. જેના કારણે લોકોને મુશ્કેલીમાં વધારો થયો.. સમગ્ર ઉત્તર ભારતમાં હાલ મૌસમનો મિજાજ એકદમ બદલાયો છે.. અને હજુ બે દિવસ અનેક રાજ્યોમાં વરસાદી આગાહી કરાઈ છે.. જે રાહત આપવાનું નહીં પરંતુ મુસિબત વધારવાનું કામ કરશે.