નવી દિલ્હી: હવામાન વિભાગે દેશમાં 12 રાજ્યોમાં રવિવારે ભારે વરસાદની આશંકાને લઇ અલર્ટ જારી કર્યું છે. મળતી માહિતી મુજબ પૂર્વોત્તરના અરૂણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, નાગાલેન્ડમાં ભારેથી ભારે વરસાદની ચેતાવણી આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારના દિવસે મિઝોરમ, મણિપુર અને ત્રીપુરામાં વરસાદથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત ઉત્તરાખંડ, બિહાર, પૂર્વ ઉત્તર પ્રદેશમાં પણ રવિવારે ભારે વરસાદની આગાહી કરી છે. હવામન વિભાગે પશ્ચિમ બંગાળ અને સિક્કિમ માટે વરસાદની ચેતવણી જાહેર કરી છે. દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદના કારણે અલર્ટ જારી કરવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંતિમ સંસ્કાર કરવા ગયા હતાને પાણીમાં ફસાઇ ગયા
એક બાજુ જ્યાં પૂર્વ અને ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં હવામાન વિભાગે ભારે વરસાદને પગલે અલર્ટ આપ્યું છે. ત્યાં બીજીબાજુ દેશના બીજા ભાગમાં પહેલાથી જ પૂર અને ભારે વરસાદના હાલાત સામે લોકો ઝઝુમી રહ્યાં છે. એવામાં મધ્યપ્રદેશના મેહરમાં અંતિમ સંસ્કાર કરવા ગયેલા 70 લોકો ઉછળતા નાળાના પાણીના ઝડપી પ્રવાહમાં ફસાઇ ગયા છે. બધા લોકો પાણી ઓછું થવાની રહા જોઇ રહ્યાં છે. અંદાજે 6 કલાકથી ફસાયેલા લોકોનું તંત્ર દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું અને 70 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આ ઘટનાના સમાચાર મળતા જ પોલીસ અને મેહર સીમેંટના વર્કરોએ દોરડાની મદદથી પાણી વચ્ચે ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કઢ્યા હતા.


તોફાની નદીમાં તણાઇ કાર
મધ્યપ્રદેશના શિવપુરીમાં ગંજારી નદીમાં પાણીનું સ્તર વધતા મહિલાઓ, બાળકો સહિત 17 લોકો નદીના પાણીમાં ફસાઇ ગયા હતા. ઘટનાની જાણ થતા તંત્ર દ્વારા રેસ્ક્યૂ ટીમ મોકલી 17 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. ત્યારે છત્તીસગઢના મહેંદ્રગઢમાં ભારે વસાદ પછી પૂરની સ્થિતી સર્જાઇ છે અને નદીના ઝડપી વહેતા પાણીમાં એક કાર તણાઇ ગઇ છે.


યૂપીના ઉન્નાવમાં પૂર રાહત સામગ્રીથી ભરેલી હોળી પલટી
યૂપીના ઉન્નાવમાં નગર પાલિકા અધ્યક્ષ અને તેમના સહયોગીઓને ડૂબવાથી બચાવી લેવામાં આવ્યા છે. આ ઘટના થાના બાંગરમઉ થાના કોતવાલી ક્ષેત્રની છે. જ્યાં નગર પાલિકા અધ્યક્ષ ઇજહાર ખાન તેમના સહયોગીઓની સાથે હોળીના સહારે ગામ રતઇ પુરવામાં પૂર પીડિતોને રાહત સામગ્રી આપવા જઇ રહ્યા હતા. ત્યારે તેમની હોળીનું સંતુલન ખરાબ થયું અને તે પલટી મારી ગઇ હતી. હોલીમાં સવાર બધા લોકો પાણીમાં ડુબવા લાગ્યા હતા. તે દરમિયાન સ્થળ પર હાજર નાવિકો અને ગ્રામિણોએ પાણીમાં કુદીને બધા લોકોને ભારે જહેમત બાદ બચાવી લીધા હતા. આ ઘટના પછી નગર પાલિકા અધ્યક્ષની તરફથી રાહત સામગ્રી પીડિતો સુધી પહોંચાડવામાં આવી હતી.


કાનપુર દેહાતમાં પૂર જેવી સ્થિતી
ઉત્તર પ્રદેશના કાનપુર દેહાતમાં પણ પૂર જેવી સ્થિતી સર્જાઇ છે. આ વિસ્તારના મંદિર અને મકાન પાણીમાં ડુબી ગયા છે. લોકો રસ્તા પર ગાડીઓથી નહી પરંતુ હોળીથી મુસાફરી કરી રહ્યાં છે. એક આંકડાના અનુસાર પૂરમાં 200 ગામોના 12 હજાર લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે.


તુટી પડ્યો પહાડ, મોટી ઘટના ટળી
ઉત્તરાખંડના પૌડીમાં વરસાદ પછી ભૂસ્ખલન તો થયું પણ મોટી ઘટના ટળી હતી. પહાડ તુટીને પડવાને કારણે કિર્ખુ-માસો રોડ બંધ થઇ ગયો છે. પરંતુ પૌડીમાં બસ ડ્રાઇવરની સૂઝબોઝના કારણે મોટી ઘટના બનતા બનતા ટળી હતી. ડ્રાઇવરે પહાડ પરથી પથ્થર પડતો જોઇ તાત્કાલીક બસને પાછી કરી લીધી હતી. ડ્રાઇવરના આ પગલાથી મોટી સંખ્યામાં યાત્રિઓનો જીવ બચી ગયો હતો. તો બીજી બાજુ દેરાહદૂનમાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. મળતી જાણકારી અનુસાર 20 ડેંગૂના દર્દીઓની સારવાર ચાલી રહી છે. હોસ્પિટલમાં ડેંગૂના દર્દીઓ માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે.