ઝારખંડના સીએમ હેમંત સોરેને કહ્યું કે જો હું દોષિત હોઉ તો ચૂંટણી પંચ અને રાજ્યપાલ મને સજા સંભળાવે. સોરેને શનિવારે સીએમ હાઉસમાં પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે, હું સમગ્ર દેશનો પહેલો મુખ્યમંત્રી છું જે તેમના દરવાજે જઈને, તેમની સામે હાથ જોડીને એ બતાવવાનો આગ્રહ કરી રહ્યો છે કે જો મારો કોઈ ગુનો હોય તો તેના માટે મારી શું સજા નક્કી કરવામાં આવી છે? હું તેમને વારંવાર પૂછી રહ્યો છું કે તેમના મુજબ જો હું ખરેખર ગુનેહગાર હોઉ તો હજું પણ મુખ્યમંત્રી પદ પર કેમ છું?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોરેનના વિરોધીઓ પર પ્રહાર
મુખ્યમંત્રીએ કહ્યું કે તેમના વિપક્ષી અને વિરોધી ખનન પટ્ટા સંલગ્ન મુદ્દા પર કથિત રીતે તેમના અયોગ્ય હોવાની વાત ફેલાવાની રાજ્યમાં ભ્રમ અને અનિશ્ચિતતાનું વાતાવરણ બનાવવાની કોશિશ કરી રહ્યા છે. સોરેને પોાતના વિપક્ષીઓને બેચેન અને ભટકતી આત્માની ઉપમા આપતા કહ્યું કે મારા વિરુદ્ધ જ્યારે તેમની પાસે કોઈ મુદ્દો ન બચ્યો તો તેઓ બંધારણીય સંસ્થાઓની આડ લઈને પોતાના રાજકીય રોટલા સેકવાનું ષડયંત્ર રચી રહ્યા છે. પરંતુ એ નક્કી છે કે અમારી સરકાર જે પ્રકારે જનકલ્યાણ કાર્યો માટે સમર્પિત છે તેમાં તેમના રાજકીય રોટલા સેકાશે નહીં ઉલ્ટું બળી જશે. 


મોટો સવાલ
ખનન પટ્ટા અંગે વિપક્ષ તરફથી લગાવવામાં આવેલા આરોપ પર હેમંત સોરેને કહ્યું કે શું એક સીએમ માત્ર 88 ડિસમિલ જમીન માટે કૌભાંડ કરશે? આવા આરોપ લગાવનારાઓએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. સાચું તો એ છે કે રાજ્ય અને કેન્દ્રમાં અમારા વિપક્ષના નેતાઓને એ પચતું નથી કે આદિવાસી-વંછિત સમાજમાથી આવેલા વ્યવસ્થા કેવી રીતે સંભાળી રહ્યા છે?


સોરેને કેન્દ્રીય એજન્સીઓની વિશ્વસનિયતા અને પારદર્શકતા ઉપર પણ સવાલ ઉઠાવ્યો. તેમણે કહ્યું કે કેન્દ્રીય એજન્સીઓ જે રીતે કામ કરે છે તે જોતા એવું લાગે છે કે તેમની પાછળ કોઈ શક્તિ છે જેમના ઈશારા પર ચાલવા માટે તેઓ મજબૂર છે. કેન્દ્ર સરકાર પર ઝારકંડના હિસ્સાના એક લાખ 36 હજાર  કરોડની રકમ બાકી હોવાનો દાવો દોહરાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે અમારી વારંવાર વ્યાજબી માગણી છતાં અમને એક એક રૂપિયા માટે મોહતાજ બનાવવામાં આવી રહ્યા છે. ઝારખંડ સાથે સાથે સમગ્ર દેશના તમામ બિન ભાજપ શાસિત રાજ્યોની સાથે કેન્દ્ર સરકાર આવું જ વર્તન કરે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube