સ્વતંત્રતા દિવસ પુર્વે લાલકિલ્લાની આસપાસનો વિસ્તાર ગઢમાં ફેરવાયો: પાતાળથી માંડી ગગન સુધી અભેદ્ય કિલ્લો
લાલકિલ્લાની આસપાસની ઉંચી ઇમારતો પર સ્નાઇપર ગોઠવી દેવાયા, સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો
નવી દિલ્હી : સ્વતંત્રતા દિવસની ફાઇનલ તૈયારી થઇ ચુકી છે. જમીનથી માંડીને આકાશ સુધી અભેદ્ય સુરક્ષા ચક્ર તૈયાર છે. દિલ્હી પોલીસે લાલ કિલ્લો, ભીડવાળી બજાર, હોટલ, મોલ, ઇન્ડિયા ગેટ, બસ સ્ટેશન, સબ વિસ્તારમાં સુરક્ષાની પુરતી વ્યવસ્થા કરી છે. હાઇએલર્ટ ઇશ્યું કરીને સુરક્ષા માટેની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. દિલ્હીની મોટી બજારોમાંથી એક કરોલબાગ માર્કેટમાં પણ સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવાઇ છે.
સેન્ટ્રલ ડિસ્ટ્રીક્ટની એડિશનલ ડીસીપી ઉર્વિજા ગોયલે ZEE NEWSને જણાવ્યું કે, આ માર્કેટમાં દરેક સ્થળ પર મેટલ ડિટેક્ટર ગેટ લગાવાયા છે. અજાણ્યા વ્યક્તિઓની તપાસ થઇ રહી છે. વિસ્તારમાં 7 હજાર કરતા વધારે સીસીટીવી કેમેરા પર નજર રખાઇ રહી છે .માર્કેટ એસોસિએશનથી સતત મીટિંગ થઇ રહી છે અને વિસ્તારમાં એસીપી અને એસએચઓ સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે.
કારોલબાગની ગફ્ફાર માર્કેટમાં 2008માં બ્લાસ્ટ થયો હતો, જેના કારણે આ વિસ્તારની અતિ સંવેદનશીલ વિસ્તારમાં આવે છે. આ પ્રકારે વિદેશીઓની પસંદગીનું સ્થળ પહાડગંજ વિસ્તારમાં પણ એવી જ સુરક્ષા કરવામાં આવી રહી છે. તમામ સ્થળો પર આતંકવાદીઓનું શોધખોળના પોસ્ટર પણ લગાવવામાં આવ્યો છે. લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે જો પોસ્ટરમાં લગાવેલો ચહેરો ક્યાંય પણ જોવા મળે તો પોલીસને તુરંત જ માહિતી આપે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, સેન્ટ્રલ દિલ્હીથી નવી દિલ્હી વચ્ચે વડાપ્રધાને રૂટ પર બારીક નજર રાખી રહી છે. દરેક ચાર રસ્તા પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવી રહ્યા છે. લાલકિલ્લાની આસપાસની ઉંચી બિલ્ડિંગ્સ પર સ્નાઇપરમુકી દેવાયા છે. સમગ્ર વિસ્તારને સીલ કરી દેવાયો છે. ત્યાં રહેનાર કરેદ ભાડુઆતની પોલીસ ઓળખ કરી રહી છે. આ વિસ્તારમાં વડાપ્રધાનના ભાષણ સુધીમાં પતંગ ઉડાવવા પર પણ પ્રતિબંધ છે.
જો આસપાસ પતંડ ઉડતી જોવા મળશે તો એક કાઇટ કેચરની મદદથી તેને નીચે લવાશે. ડ્રોન પર પણ પ્રતિબંધ લાદી દેવાયો છે. કોઇ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બોમ્બ સ્કવોર્ડ સ્નિફર ડોગ સાથે સતત સમગ્ર રૂટ ચેક કરવામાં આવી રહ્યો છે. એનએસજી કમાંડો પણ સમગ્ર વિસ્તાર પર સતત નજર રાખી રહ્યા છે.