શ્રીનગર: સરહદ પારથી સતત આતંક ફેલાવવામાં રોકાયેલા પાકિસ્તાની (Pakistan) પોષિત આતંકી સંગઠન હવે ભારતમાં મોટી આતંકવાદી (Terrorist) ઘટનાઓને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગુપ્ત સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર જૈશ-એ-મોહમ્મદ (Jaish-e-Mohammed) અને લશ્કર-એ-તૈયબા (Lashkar-e-Taiba) ભારતમાં કોમી તણાવ ફેલાવવા માટે જમ્મુના મંદિર પર હુમોલ કરવાની યોજના બનાવી રહ્યા છે. ગુપ્ત એજન્સીઓ પાસેથી ઇનપુટ મળ્યા બાદ જમ્મુમાં હાઈ એલર્ટ (High alert in Jammu) જાહેર કરવામાં આવ્યં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

5 અને 15 ઓગસ્ટના રોજ આતંકવાદી હુમલાનું કાવતરું
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠનો 5 ઓગસ્ટ અને 15 ઓગસ્ટના રોજ જમ્મુમાં મંદિરોને નિશાન બનાવવાનો પ્રયાસ કરી શકે છે. તમને જણાવી દઈએ કે 5 ઓગસ્ટ જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 રદ કરવાની બીજી વર્ષગાંઠ છે, જ્યારે 15 ઓગસ્ટ એ સ્વતંત્રતા દિવસ છે. આ પ્રસંગે આતંકવાદી સંગઠનો ભારતને હચમચાવી દેવાનો પ્રયાસ કરી રહ્યા છે.


આ પણ વાંચો:- CBSE ધોરણ 12નું પરિણામ જાહેર, 99.37% વિદ્યાર્થીઓ થયા પાસ, આ રીતે કરો ચેક


ડ્રોન દ્વારા કાવતરાને અંજામ આપી શકે છે આતંકવાદીઓ
પાકિસ્તાન (Pakistan) ડ્રોન દ્વારા વિસ્ફોટકો નાખીને આ ષડયંત્રને આગળ ધપાવી શકે છે, જેને ધ્યાનમાં રાખીને સરહદથી શહેર સુધી સુરક્ષા બ્લોક વધારવામાં આવ્યા છે. આ પછી, સુરક્ષા દળોએ પાકિસ્તાન સાથેની સરહદ પર સઘન સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. સુરક્ષા એજન્સીઓ અનુસાર, જૈશ અને લશ્કર જેવા આતંકવાદી સંગઠનોનું ધ્યાન હવે કાશ્મીર કરતા જમ્મુ પર વધારે છે, જેના માટે તેઓ આઇઈડી મોકલવા માટે ડ્રોનનો ઉપયોગ કરી રહ્યા છે.


આ પણ વાંચો:- મોદી સરકારનો મોટો પ્લાન, 500 રૂપિયાના પ્રીમિયમમાં મળશે ઢગલાબંધ લાભ, હવે નહીં રહે ઘરની ચિંતા!


જમ્મુમાં દેખાયા પાકિસ્તાની ડ્રોન
ગત રાત્રે પણ જમ્મુના પરગવાલ અને સામ્બાના મોટી બ્રાહ્મણ, ઘગ્વાલ અને સરહદને અડીને આવેલા ગામ ચેલેયારીમાં 4 સ્થળો પર પાકિસ્તાની ડ્રોન (Pakistani Drone) દેખાયા હતા. ચિલિયારી વિસ્તારમાં, સરહદ પર તૈનાત બીએસએફના જવાનોએ પણ ડ્રોન પર ફાયરિંગ કર્યું, પરંતુ ડ્રોન પાકિસ્તાની સરહદ પર પાછુ ફર્યું. જમ્મુ-કાશ્મીર પોલીસે શુક્રવારે પાકિસ્તાનના ડ્રોન કાવતરાને નિષ્ફળ બનાવ્યું હતું અને 6 ફૂટ લાંબા અને 17 કિલો 6 પાંખવાળા ડ્રોનને અખનૂર સેક્ટરના કહનાચકમાં તોડી પાડ્યું હતું. જેમાંથી 5 કિલો આઈઈડી મળી આવ્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube