હાઈકોર્ટનો સરકારને આદેશ- ગમે તેમ કરી ઓક્સિજનની વ્યવસ્થા કરો, સ્થિતિની ગંભીરતા કેમ સમજાતી નથી
ન્યાયમૂર્તિ વિપિન સાંધી અને ન્યાયમૂર્તિ રેખા પલ્લીની પીઠે કહ્યું કે, ઓક્સિજનની આપૂર્તિ નક્કી કરવાની જવાબદારી સંપૂર્ણ રીતે કેન્દ્ર સરકારના ખભા પર છે. જરૂર છે તો સ્ટીલ અને પેટ્રોલિયમ સહિત તમામ ઉદ્યોગોનો બધા ઓક્સિજનની આપૂર્તિ સ્વાસ્થ્ય ઉપયોગ માટે કરી શકાય છે.
નવી દિલ્હીઃ કોરોનાના વધતા કેસો વચ્ચે ઓક્સિજનની સપ્લાઈની દેશભરમાં થઈ રહી છે. દિલ્હી હાઈકોર્ટે બુધવારે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યો કે કોવિડ-19ના ગંભીર દર્દીઓની સારવાર કરી રહેલી દિલ્હીની હોસ્પિટલોને ગમે તે કિંમતે ઓક્સિજન ઉપલબ્ધ કરાવવામાં આવે. દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે, કેન્દ્ર સ્થિતિની ગંભીરતા કેમ સમજી રહી નથી.
અમે આ વાતથી સ્તબ્ધ અને નિરાશ છીએ કે હોસ્પિટલોમાં ઓક્સિજન ખતમ થઈ રહ્યો છે પરંતુ સ્ટીલ ઉદ્યોગ ચાલી રહ્યાં છે. ન્યાયમૂર્તિ વિપિન સાંધી અને ન્યાયમૂર્તિ રેખા પલ્લીની પીઠે કહ્યું કે, ઓક્સિજનની આપૂર્તિ નક્કી કરવાની જવાબદારી સંપૂર્ણ રીતે કેન્દ્ર સરકારના ખભા પર છે. જરૂર છે તો સ્ટીલ અને પેટ્રોલિયમ સહિત તમામ ઉદ્યોગોનો બધા ઓક્સિજનની આપૂર્તિ સ્વાસ્થ્ય ઉપયોગ માટે કરી શકાય છે.
આ પણ વાંચોઃ Corona: મળો દિલ્હીના Oxygen Man આસિમને, અત્યાર સુધી બચાવ્યા 550 લોકોના જીવ
પીઠે કહ્યું, સ્ટીલ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગ ઓક્સિજનનો વધુ વપરાશ કરે છે અને ત્યાંથી ઓક્સિજન લેવાથી હોસ્પિટલોની જરૂરીયાત પૂરી થઈ શકે છે. કોર્ટે કહ્યું, જ્યારે ટાટા પોતાના સ્ટીલ ઉદ્યોગ માટે બનાવવામાં આવતા ઓક્સિજનને મેડિકલ ઉપયોગ માટે આપી શકે છે તો બીજા આવુ કેમ ન કરી શકે? આ લાલચની હદ છે. શું જરાય માનવતા વધી છે કે નહીં. કોર્ટ દિલ્હીની કેટલીક હોસ્પિટલોમાં ઓક્સિજનની તત્કાલ જરૂરીયાતના સંબંધમાં અરજી પર સુનાવણી કરી રહ્યું હતું.
એસજી તુષાર મેહતાએ હાઈકોર્ટને વિનંતી કરી કે જો તેને કાલ સુધીનો સમય આપવામાં આવે તો તે યોગ્ય તથ્ય કોર્ટ સામે રાખી શકે. તેના પર બેંચે કહ્યુ કે, આ મામલો માત્ર મેક્સ હોસ્પિટલનો નથી, હોસ્પિટલોનું એક લિસ્ટ છે જ્યાં ઓક્સિજનની ભારે કમી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube