મુંબઈગરાઓ સાવધાન..સૌથી મોટી ભરતીની આગાહી, દરિયાથી રહો દૂર
આજે મુંબઈગરાઓને ખાસ વિનંતી કરવામાં આવી છે કે તેઓ દરિયાકાંઠે ન જાય. સવારથી અમુક વિસ્તારોમાં ઝરમર વરસાદ પણ શરૂ થઈ ગયો છે.
દિશા કટારિયા, મુંબઈ: માયાનગરી મુંબઈમાં સૌથી મોટી ભરતીની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યકત કરાઇ છે. આજે બપોરે 1.49 મિનિટે પાંચ મીટરથી વધુ ઉંચા મોજા ઉછળે તેવી શકયતા વ્યકત કરાઇ છે. ભરતીને ધ્યાનમાં રાખીને પાલિકાએ ફલ્ડીંગ સ્ટેશન બંધ કર્યા છે. આ સાથે જ મુંબઇગરાઓને દરિયા કિનારાથી દૂર રહેવા સૂચન કરાયું છે. મહત્વપૂર્ણ છે કે સવારથી શહેરનાં અમુક વિસ્તારોમાં ઝરમર વરસાદ શરૂ થઇ ગયો છે.
અત્રે જણાવવાનું કે છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈ સહિત રાજ્યના અનેકભાગોમાં ભારે વરસાદના કારણે લોકોને ખુબ હાલાકી ભોગવવી પડી રહી છે. હાલમાં જ મુંબઈના બોરિવલી વિસ્તારમાં ત્રણ મકાન ધરાશાયી થઈ ગયા. વરસાદના કારણે મુંબઈની લાઈફ લાઈન ગણાતી લોકલ ટ્રેનો પર અસર થવાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે. અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે.
આજે મુંબઈગરાઓને ખાસ વિનંતી કરવામાં આવી છે કે તેઓ દરિયાકાંઠે ન જાય. સવારથી અમુક વિસ્તારોમાં ઝરમર વરસાદ પણ શરૂ થઈ ગયો છે.