Corona: હોળીના તહેવાર વચ્ચે દેશમાં પાંચ મહિનામાં સૌથી વધુ કેસ, ઋષિકેશની તાજ હોટલ બંધ
ઋષિકેશની તાજ હોટલમાં 76 લોકો સંક્રમિત મળ્યા બાદ જિલ્લા તંત્રએ ત્રણ દિવસ માટે હોટલ બંધ કરી દીધી છે. હોટલને સેનેટાઇઝ કરવામાં આવી રહી છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણની (Corona virus update) બીજી લહેર જોવા મળી રહી છે. છેલ્લા પાંચ મહિનામાં સોમવારે સૌથી વધુ કેસ સામે આવ્યા છે. કોરોનાને લઈને મહારાષ્ટ્રની સ્થિતિ ખરાબ છે. અહીં દરરોજ નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ઋષિકેશમાં તાજ હોટલમાં અનેક કેસ મળ્યા બાદ તેને ત્રણ દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં 68020 નવા કેસ સામે આવ્યા છે. સમાચાર એજન્સી રોયટરની ટેલી અનુસાર આ 11 ઓક્ટોબર બાદ એક દિવસમાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે. સતત વધી રહેલા કેસને જોતા રાજ્ય અને કેન્દ્ર સરકાર એલર્ટ થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં રાત્રી કર્ફ્યૂ લાગૂ છે, તો મધ્યપ્રદેશના અનેક શહેરોમાં પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા છે.
તાજ હોટલને ત્રણ દિવસ માટે બંધ કરવામાં આવી
ઋષિકેશની તાજ હોટલમાં 76 લોકો સંક્રમિત મળ્યા બાદ જિલ્લા તંત્રએ ત્રણ દિવસ માટે હોટલ બંધ કરી દીધી છે. હોટલને સેનેટાઇઝ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ Mehbooba Mufti ને નહીં મળે પાસપોર્ટ, CIDએ રિપોર્ટમાં કહ્યું- દેશ માટે ખતરો
મહારાષ્ટ્રમાં નાઇટ કર્ફ્યૂ
કોરોનાને કારણે સોમવારે 291 લોકોના મોત થયા છે અને દેશમાં મૃત્યુઆંક વધીને 161,843 થઈ ગયો છે. મહારાષ્ટ્રમાં રવિવારે 40414 નવા કેસ સામે આવ્યા હતા. મહારાષ્ટ્ર સરકાર કોરોનાને રોકવા માટે લૉકડાઉનનો વિચાર કરી રહી છે. હાલમાં રાજ્યમાં નાઇટ કર્ફ્યૂ લાગૂ છે.
મહત્વનું છે કે દેશમાં સતત ત્રણ દિવસથી દરરોજ 60 હજારથી વધુ નવા કેસ સામે આવી રહ્યાં છે. એક વર્ષ પહેલા કોરોના મહામારી શરૂ થયા બાદથી દેશમાં કુલ કેસની સંખ્યા એક કરોડ 10 લાખ (12 મિલિયન)ને પાર થઈ ગઈ છે. વૈશ્વિક સ્તર પર અમેરિકા અને બ્રાઝિલ બાદ ભારત ત્રીજો સૌથી વધુ કોરોના સંક્રમિત દેશ છે.
આ પણ વાંચોઃ નંદીગ્રામમાં મમતાનો રોડ-શો, અધિકારી પરિવાર પર હુમલો કરતા કહ્યું- ન ઘરનો રહેશે ન ઘાટનો
આ આઠ રાજ્યોની સ્થિતિ ખરાબ
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે એક નિવેદનમાં કહ્યું હતું કે વાયરસના 85 ટકા કેસ દેશના આઠ રાજ્યોમાંથી છે. આ રાજ્યો મહારાષ્ટ્ર, કર્ણાટક, પંજાબ, ગુજરાત, મધ્યપ્રદેશ, કેરલ, તમિલનાડુ અને છત્તીસગઢ છે. જ્યાં પર સૌથી વધુ કેસ સામે આવી રહ્યાં છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube