તમારા સ્નેહી ચાર ધામ જાત્રા પર નથી ને? ભારે વરસાદની આગાહી 7 સ્થળો પર ઓરેન્જ એલર્ટ
ઉતરાખંડમાં આગામી 36 કલાક માટે હવામાન વિભાગે ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. પ્રદેશમાં ભારે વરસાદનાં કારણે હવે પડાડીમાં રહેતા લોકોની મુશ્કેલીમાં વધારો થયે છે. હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે કે, આઘામી 36 કલાક માટે પ્રદેશમાં નૈનીતાલ, ચમ્પાવત, પિથોરાગઢ, ઉધમસિંહનગર, દેહરાદુન, હરિદ્વાર અને પૌડી ગઢવાલમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગની ચેતવણીને જોતા શાસને તમામ જિલ્લાઓમાં વધારે સતર્કતા દાખવવા માટેનાં નિર્દેશો આપ્યા છે.