હિજાબ ઇસ્લામનો ભાગ નહીં, 1985થી કોલેજમાં ચાલે છે યુનિફોર્મ, હાઈકોર્ટમાં સરકારનો જવાબ
હિજાબ વિવાદ પર કર્ણાટક હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન સરકાર તરફથી એડવોકેટ જનરલે કહ્યુ કે, હિજાહ ઇસ્લામનો જરૂરી ભાગ નથી. મહત્વનું છે કે 14 ફેબ્રુઆરીથી સતત મોટી બેંચ આ મામલા પર સુનાવણી કરી રહી છે.
બેંગલુરૂઃ કર્ણાટક હાઈકોર્ટમાં હિજાબ વિવાદ પર હાઈકોર્ટમાં આજે પણ સુનાવણી થઈ હતી. શુક્રવારે સુનાવણી દરમિયાન સરકાર તરફથી એડવોકેટ જનરલે કહ્યુ કે, હિજાબ ઇસ્લામનો જરૂરી ભાગ નથી. મહત્વનું છે કે 14 ફેબ્રુઆરીથી સતત મોટી બેંચ આ મામલા પર સુનાવણી કરી રહી છે. આ પહેલાં કોર્ટમાં વિદ્યાર્થિનીઓ તરફથી હિજાબના પક્ષમાં દલીલો આપવામાં આવી હતી.
હિજાબ પર પ્રતિબંધ કુરાન પર પ્રતિબંધ લગાવવા સમાન
હિજાબ વિવાદ પર કર્ણાટક હાઈકોર્ટમાં ગુરૂવારે એક નવી અરજી દાખલ કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન અરજીકર્તાએ કહ્યું કે, હિજાબ પર પ્રતિબંધ કુરાન પર પ્રતિબંધ લગાવવા સમાન છે. મહત્વનું છે કે હિજાબ પર વિવાદ ડિસેમ્બરથી ચાલી રહ્યો છે. કર્ણાટકના ઉડુપી જિલ્લાની વિદ્યાર્થિનીઓએ હિજાબને લઈને અવાજ ઉઠાવ્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થિનીઓએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. કર્ણાટક હાઈકોર્ટે હાલ કોઈપણ ધાર્મિક પ્રતિક પહેરીને સ્કૂલ જવા પર અસ્થાયી પ્રતિબંધ લગાવ્યો છે.
શુક્રવારે હિજાબ પહેરવાની મળે છૂટ
આ પહેલાં થયેલી સુનાવણી દરમિયાન મુસ્લિમ વિદ્યાર્થિનીઓએ કર્ણાટક હાઈકોર્ટમાં કહ્યું હતું કે શુક્રવાર અને પવિત્ર મહિના રમજાન દરમિયાન તેમને હિજાબ પહેરવાની મંજૂરી આપવામાં આવે.
આ પણ વાંચોઃ Money Laundering Case: મની લોન્ડ્રિંગ કેસમાં ઈડીએ દાઉદ ઇબ્રાહિમના ભાઈ ઇકબાલ કાસકરની કરી ધરપકડ
1985થી યુનિફોર્મ પહેરે છે સ્ટૂડન્ટ
સુનાવણી દરમિયાન એડવોકેટ જનરલે કહ્યુ કે, ઉડુપીની સરકારી પીયૂ કોલેજમાં 2013થી યુનિફોર્મ લાગૂ છે, પરંતુ તેને લઈને આજ સુધી કોઈ વિવાદ થયો નથી. પ્રથમવાર ડિસેમ્બર 2021માં તેને લઈને વિવાદ થયો. તેમણે કહ્યું કે, આ કોલેજની કેટલીક યુવતીઓએ પ્રિન્સિપલ સાથે વાત કરી અને કહ્યું કે, તેને હિજાબ પહેરવાની મંજૂરી મળવી જોઈએ. ત્યારબાદ કોલેજ ડેવલોપમેન્ટ કમિટીમાં આ મુદ્દો ઉઠ્યો હતો. આ મીટિંગમાં કહેવામાં આવ્યું કે, 1985 બાદથી વિદ્યાર્થીઓ યુનિફોર્મ પહેરી રહ્યાં છે. આ સાથે કમિટીએ પહેલાથી ચાલી આવતા નિયમમાં ફેરફાર ન કરવાનો નિર્ણય કર્યો હતો.
હિજાબ વિવાદ પર શું બોલ્યા કર્ણાટકના મુખ્યમંત્રી
કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ બુધવારે રાજ્ય વિધાનસભામાં કહ્યુ હતુ કે તેમની સરકાર હિજાબ વિવાદ પર હાઈકોર્ટના અંતરિમ આદેશનું પાલન કરશે. મુખ્યમંત્રી ગૃહમાં વિપક્ષ નેતા સિદ્ધરમૈયાના સવાલનો જવાબ આપી રહ્યા હતા. જેમણે શૂન્યકાળમાં ઉચ્ચ શિક્ષણ મંત્રી અશ્વથ નારાયણના નિવેદન પર સ્પષ્ટીકરણની માંગ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube