Hijab Controversy: જે ઘરમાં સુરક્ષિત નથી, તે પહેરે હિજાબ; બહાર જ્યાં હિન્દુ સમાજ છે ત્યાં તેની જરૂર નથી: સાધ્વી પ્રજ્ઞા
કર્ણાટકથી શરૂ થયેલા હિજાબ વિવાદ અંગે રાજકારણ સતત ગરમાઈ રહ્યું છે અને આ બધા વચ્ચે હવે ભોપાલથી ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે કોઈએ હિજાબ પહેરવાની જરૂર નથી.
ભોપાલ: કર્ણાટકથી શરૂ થયેલા હિજાબ વિવાદ અંગે રાજકારણ સતત ગરમાઈ રહ્યું છે અને આ બધા વચ્ચે હવે ભોપાલથી ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે કોઈએ હિજાબ પહેરવાની જરૂર નથી.
જે ઘરમાં સુરક્ષિત નથી, તે પહેરે હિજાબ- પ્રજ્ઞા ઠાકુર
સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે દેશમાં કોઈએ હિજાબ પહેરવાની જરૂર નથી. હિજાબ પહેરવાની જરૂર એ લોકોને છે જેમને પોતાના ઘરમાં જ પરેશાની છે અને તેઓ પોતાના ઘરમાં જ સુરક્ષિત નથી.
શું કહ્યું પ્રજ્ઞા ઠાકુરે?
ભોપાલમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું કે કોઈની સાથે કોઈ બંધન નથી. હિન્દુ એટલા શ્રેષ્ઠ, એટલા ઉચ્ચ વિચારધારાના અને એટલા સંસ્કારી હોય છે કે અમારે ક્યારેય હિજાબ પહેરવાની જરૂર નથી. હિજાબ એમણે પહેરવાના છે જેમને પોતાના ઘરમાં જ સંકટ છે. તેમના ઘરમાં જ તેઓ સુરક્ષિત નથી અને તેમના ગરમાં જ તેમની મર્યાદા ખતરામાં છે. આથી તેમણે ઘરમાં પણ હિજાબ પહેરવો જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે બહાર જ્યાં હિન્દુ સમાજ નિકળે છે ત્યાં તેમણે હિજાબ પહેરવાની જરૂર નથી. જ્યાં આપણે જ્ઞાન મેળવીએ છીએ અને અભ્યાસ કરીએ છીએ ત્યાં તો બિલકુલ નથી.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube