બેંગ્લુરુ: બુરખો પહેરીને અલ્લાહ હુ અકબરના નારા લગાવીને ચર્ચામાં આવેલી મુસ્કાન ખાન હાલ હિજાબ વિવાદની પોસ્ટર ગર્લ બની છે. ઓવૈસીથી લઈને જમીયત ઉલ એ હિન્દ સુધીના લોકો તેને ઈસ્લામની સિંહણ ગણાવી રહ્યા છે. જો કે મુસ્કાન ખાનના ઘરે ઓવૈસી-જમીયતુલ હિન્દની જગ્યાએ મોદી-મોદી ગૂંજી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમારું હિન્દુસ્તાન છે, અમે સુરક્ષિત
તમે આ વાત જાણીને દંગ રહેશે પરંતુ તે સાચુ છે. મુસ્કાન ખાનના પરિવારનું કહેવું છે કે તેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પૂરેપૂરો ભરોસો છે અને તેઓ આ સમગ્ર આંદોલનને ખતમ કરી દેશે. ઝી ન્યૂઝ સાથે એક્સક્લુઝિવ વાતચીતમાં મુસ્કાનના કાકા અન્સાર પાશાએ કહ્યું કે અમારું હિન્દુસ્તાન છે. અમે સુરક્ષિત છીએ. અમારે બીજા દેશ સાથે કોઈ લેવાદેવા નથી. અમે તેમને કઈ પણ શિખામણ આપવા માંગતા નથી. 


પીએમ મોદી બધુ ઠીક કરી દેશે
પીએમ મોદી પર ભરોસો વ્યક્ત કરતા અન્સાર પાશાએ કહ્યું કે અમને અમારા પ્રધાનમંત્રી પર વિશ્વાસ છે. મને ખાતરી છે કે તેઓ તમામ ધર્મના લોકોને સંભાળી લેશે. અમારા ઈસ્લામ ધર્મના લોકોને પણ સંભાળી લેશે. હિન્દુ ધર્મના લોકોને પણ સંભાળી લેશે. તમામ માણસોને સંભાળી લેશે. અમને તે પૂરેપૂરો વિશ્વાસ છે. બધુ ઠીક થઈ જશે. હાલ જે થોડા લોકો આવું (પ્રદર્શન) કરી રહ્યા છે, તેમને પણ પ્રધાનમંત્રી મોદી સમજાવીને ઠીક કરી દેશે. અમને અમારા પ્રધાનમંત્રી પર પૂરેપૂરો ભરોસો છે. અન્સાર પાશાએ પોતાના 40 સેકન્ડના નિવેદનમાં ચારવાર પ્રધાનમંત્રીનું નામ લીધુ. 


Karnataka Hijab Row: પ્રદર્શન કરી રહેલી છ યુવતીઓના ફોન નંબર સોશિયલ મીડિયા પર વાયરલ, માતા-પિતાનો આરોપ


મુસ્કાનને સન્માનિત કરવાનો સિલસિલો
આ બધા વચ્ચે હિજાબ વિવાદની પોસ્ટર ગર્લ મુસ્કાન ખાનને સન્માનિત કરવાનો સિલસિલો ચાલુ છે. કર્ણાટકની રાજનીતિક પાર્ટી જેડીએસએ મુસ્કાનને એક લાખ રૂપિયાનું ઈનામ આપ્યું. આ અગાઉ એક મુસ્લિમ સંગઠન જમીયત ઉલેમા એ હિન્દે મુસ્કાનને 5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી. ગુરુવારે કોંગ્રેસના વિધાયક જીશાન સિદ્દીકી મુસ્કાનને મળવા માટે તેના ઘરે પહોંચ્યા હતા. એટલે કે મુસ્લિમ સંગઠનોથી લઈને રાજકીય પક્ષો સુધીના લોકોની મુસ્કાનના ઘરે અવરજવર ચાલુ છે. 


બધા એક સાથે ભણશે ઈન્શાહઅલ્લાહ
પોસ્ટર ગર્લ બનવા અને અચાનક આટલી ચર્ચામાં આવવાથી મુસ્કાન પણ ખુશ છે. જો કે તેને હવે તેની આડઅસર ચિંતા કરી રહી છે. મુસ્કાન ખાન કહે છે કે હું પોલિટિક્સમાં નથી જવાની. હું એક વિદ્યાર્થીની છું. હું મારા અભ્યાસ પર ધ્યાન આપવા માંગુ છું. ભણવા ઈચ્છુ છું. હાલ મારી પરીક્ષા પણ છે. મારે આગળ વધવું છે. આ ચીજને કમ્યુનિઝમ ન કરો. હિન્દુ-મુસલમાન ન કરો. અમે બધા એકસાથે ભણીશું. ઈન્શાહઅલ્લાહ. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube