બેંગલુરૂઃ કર્ણાટકમાં ઘણા સમયથી શાળા-કોલેજોમાં હિજાબનો મુદ્દો ચર્ચામાં છે. આ વચ્ચે મંગલુરૂ સ્થિત કોલેજે 34 વિદ્યાર્થિનીઓને સસ્પેન્ડ કરી દીધી છે. આ તમામ છાત્રોએ હિજાબ બેનનો વિરોધ કર્યો હતો. તમામ વિદ્યાર્થિનીઓ ઉપ્પિનંગડી સરકારી ફર્સ્ટ ગ્રેડ કોલેજની છે. તેના પર ગાઇડલાઇનનું પાલન ન કરવાનો આરોપ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત વિગત અનુસાર સસ્પેન્ડ કરાયેલી આ 24 વિદ્યાર્થિનીઓએ પાછલા સપ્તાહે હિજાબ પ્રતિબંધ અને સરકારના આદેશ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ સાથે તેમણે ક્લાસનો બહિષ્કાર પણ કર્યો હતો. 


કોલેજ કમિટીએ લીધો નિર્ણય
તેને જોતા કોલેજ કમિટીએ ગાઇડલાઇનનું પાલન ન કરતા આ વિદ્યાર્થિનીઓેને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો. મહત્વનું છે કે થોડા દિવસ પહેલાં પણ સાત વિદ્યાર્થિનીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. જ્યારે મીડિયાએ આ માહિતી કવર કરી તો તેના પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. 


આ પણ વાંચોઃ Nupur Sharma ને Mumbra પોલીસે સમન પાઠવ્યું, 22 જૂને હાજર થવું પડશે


કર્ણાટક સરકારે જાહેર કરી હતી ગાઇડલાઇન
મહત્વનું છે કે કર્ણાટક સરકારે સ્કૂલો અને કોલેજો માટે દિશાનિર્દેશ જાહેર કર્યાં ચે, જેમાં વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ માટે યુનિફોર્મ પહેરવો ફરજીયાત કરી દીધો છે. તો એક વર્ગ હિજાબ પહેરીને શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશની મંજૂરી માંગી રહ્યો છે. 


હાઈકોર્ટનો નિર્ણય
કર્ણાટક હાઈકોર્ટે સ્કૂલ-કોલેજમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ લગાવવાનો રાજ્ય સરકારનો નિર્ણય યોગ્ય ઠેરવ્યો હતો અને હિજાબને પડકારતી તમામ અરજીઓ નકારી દીધી હતી. હાઈકોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે હિજાબ પહેરવો કોઈ ધાર્મિક પ્રથા નથી. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


જુઓ LIVE TV