હિમાચલ પ્રદેશ: પુત્રને કોંગ્રેસની ટિકિટ મળી, પિતાએ મંત્રીપદેથી આપવું પડ્યું રાજીનામું
લોકસભા ચૂંટણી દરમિયાન હિમાચલ પ્રદેશમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. રાજ્યની સત્તાધારી સરકારમાં ઉર્જા મંત્રી અનિલ શર્માએ મંત્રી પદેથી રાજીનામું આપી દીધુ છે.
શિમલા (મોહિત પ્રેમ શર્મા): લોકસભા ચૂંટણી દરમિયાન હિમાચલ પ્રદેશમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. રાજ્યની સત્તાધારી સરકારમાં ઉર્જા મંત્રી અનિલ શર્માએ મંત્રી પદેથી રાજીનામું આપી દીધુ છે. મુખ્યમંત્રી જયરામ ઠાકુરે કહ્યું કે અનિલ શર્માએ મંત્રીપદેથી રાજીનામું આપી દીધુ છે, જો કે તેઓ ધારાસભ્ય તરીકે યથાવત રહેશે. અત્રે જણાવવાનું કે અનિલ શર્માના પુત્ર આયુષ શર્મા સાથે બોલિવૂડ સ્ટાર સલમાન ખાનની બહેન અર્પિતા ખાને લગ્ન કર્યા છે.
પિતા ભાજપમાં મંત્રી અને પુત્ર કોંગ્રેસની ટિકિટથી લડશે ચૂંટણી, સલમાન ખાન સાથે છે કનેક્શન
સીએમના નિવેદનોથી દુભાયા અનિલ શર્મા
રાજીનામું આપ્યાં બાદ અનિલ શર્માએ કહ્યું કે તેઓ સીએમ જયરામ ઠાકુરના નિવેદનોથી ખુબ દુભાયા છે. જેના કારણે તેમણે રાજીનામું આપ્યું. તેમણે કહ્યું કે, 'કેટલીક વાતોના જવાબ પાછળથી આપીશ. ધીરે ધીરે પત્તા ખોલીશ.'