હિમાચલ પ્રદેશ: મંડીની રહેણાંક બિલ્ડીંગ લાગી આગ, પાંચ લોકોના મોત
હિમાચલ પ્રદેશના મંડી શહેરમાં સોમવારે સવારે એક રહેણાંક પરિસરમાં આગ લાગતાં હડકંપ મચી ગયો. આ બિલ્ડિંગમાં લાગેલી આગમાં પાંચ લોકોના મોતના સમાચાર આવ્યા છે. જ્યારે ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે.
મંડી: હિમાચલ પ્રદેશના મંડી શહેરમાં સોમવારે સવારે એક રહેણાંક પરિસરમાં આગ લાગતાં હડકંપ મચી ગયો. આ બિલ્ડિંગમાં લાગેલી આગમાં પાંચ લોકોના મોતના સમાચાર આવ્યા છે. જ્યારે ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા ઘટનાસ્થળે આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો અને બચાવ અભિયાન ચાલુ છે.
એડીએમમાં રાજીવ કુમાર કુમારનું કહેવું છે કે માનવામાં આવી રહ્યું છે કે આ ઘટના એલપીજી સિલિંડર ફાટતાં સર્જાઇ છે. આગની ઘટના મંડીના નેર ચોક વિસ્તારમાં આવેલી બિલ્ડિંગમાં સર્જાઇ છે. આગ લાગ્યા બાદ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ બચાવ અને આગ ઓલવવાનું કામ ઝડપથી શરૂ કરાવી દીધું છે. આગની ઘટનાના લીધે આસપાસની બિલ્ડિંગમાંથી પણ લોકોને ખસેડવામાં આવ્યા હોવાની સૂચના મળી છે.
તમને જણાવી દઇએ કે મંડી જ ગ્રામ પંચાયત ભરાડૂના નૌણ ગામમાં શનિવારે રાત્રે લાગેલી આગમાં ત્રણ ગૌશાળાઓ બળીને ખાખ થઇ ગઇ હતી. આ ઘટનામાં ઘણા ભરવાડો બળીને ભડથું થઇ ગયા હતા. આ આગનું કારણ પણ જાણી શકાયું નથી.