શિમલાઃ પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશમાં કુદરતે કાળો કહેર મચાવ્યો... અહીંયા રામપુરના સમેજ ગામમાં બુધવારે અને ગુરુવારે રાત્રે વાદળો ફાટવાથી ભારે તારાજી સર્જીઈ છે. રાજ્યમાં વાદળ ફાટવાથી અત્યાર સુધી 50 લોકોના મોત થયા છે. વાદળ ફાટવાને કારણે પાણીનો પ્રચંડ પ્રવાહ ગામમાં ઘૂસી ગયો અને અનેક મકાન નષ્ટ થઈ ગયા... તો નદીઓએ રૌદ્ર રૂપ ધારણ કરી લેતાં રસ્તો પણ ધોવાઈ ગયો છે. પરિણામે લોકો હેરાન-પરેશાન થઈ ગયા છે... ત્યારે હિમાચલમાં વાદળો ફાટતાં કેવી તારાજી જોવા મળી?... જોઈશું આ અહેવાલમાં... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હિમાચલ પ્રદેશના રામપુરના સેમજ ગામમાં બુધવાર અને ગુરુવાારે વાદળ ફાટતાં ભારે તારાજી સર્જાઈ... પૂરના પાણી ગામમાં ઘૂસી જતાં અનેક મકાનો નષ્ટ થઈ ગયા... સેમજ ગામમાં જવાનો રસ્તો પણ પાણીના પ્રચંડ પ્રવાહના કારણે ધોવાઈ ગયો... જેના કારણે લોકોને પગપાળા જવાની ફરજ પડી રહી છે.... 


આ દ્રશ્યો હિમાચલ પ્રદેશના રામપુરના છે.. અહીંયા ભારે વરસાદ બાદ લેન્ડસ્લાઈડ થતાં બ્રિજ-રસ્તાઓ બધું જ ધોવાઈ ગયું છે... જેના કારણે આર્મીના જવાનો એક બાજુથી બીજી બાજુ જવા માટે ટેમ્પરરી બ્રિજ બનાવી રહ્યા છે... નીચે પાણીનો પ્રચંડ પ્રવાહ પસાર થઈ રહ્યો છે.. અને તેની ઉપર સેનાના જવાનો લોકો માટે જીવના જોખમે બ્રિજનું કામકાજ કરી રહ્યા છે... 


રામપુરના સેમજ ગામમાં પૂરના પાણીમાં 36 લોકો લાપતા થયા છે... સેનાના જવાનો તેમને શોધવા માટે રાત-દિવસ કામગીરી કરી રહી છે... પરંતુ હજુ સુધી તેમની કોઈ માહિતી મળી નથી.


આ પણ વાંચોઃ અનેક રાજ્યોમાં આકાશી આફત, નીચાણવાળા વિસ્તારોમાં જળતાંડવ, ભારે વરસાદથી મુશ્કેલી વધી


વાદળ ફાટતાં અહીંયા કેવી તારાજી સર્જાઈ હશે તેનો પુરાવો છે આ દ્રશ્યો... જેમાં જોઈ શકાય છે કે એક ગામથી બીજા ગામ જવાના રસ્તાનું નામોનિશાન નથી... આખો રસ્તો પાણીમાં ધોવાઈ ગયો છે... જેના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે... 


ઘટનાની જાણકારી મળતાં હિમાચલ પ્રદેશના મંત્રી વિક્રમાદિત્ય સિંહ પ્રતિનિધિમંડળ સાથે રામપુરના સેમજ ગામ નજીક પહોંચ્યા... તેમણે વાદળ ફાટ્યા પછી ત્યાં કેવી સ્થિતિ છે તે અંગે સ્થાનિક લોકો અને અધિકારીઓ પાસેથી માહિતી મેળવી... અને અસરગ્રસ્તોને તમામ મદદ કરવાની બાંહેધરી આપી...


વાદળ ફાટતાં હિમાચલ પ્રદેશના કુલ્લુમાં પણ ભારે તારાજી જોવા મળી હતી... જેના કારણે કુલ્લુ-મનાલી હાઈવે ધોવાઈ ગયો... આકાશી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નદીનો પટ લાંબો થઈ ગયો છે... જ્યારે રસ્તાનું નામો-નિશાન દેખાતું નથી... 


હિમાચલ પ્રદેશમાં વારાફરતી 3 વાદળ ફાટતાં કુલ્લુ, શિમલા અને રામપુરમાં ભારે નુકસાન થયું છે... તેની વચ્ચે હવામાન વિભાગે હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે... જેનાથી લોકોનો જીવ ફરી એકવાર અધ્ધર થઈ ગયો છે.