શિમલાઃ Himachal Pradesh Assembly Elections Exit Polls: હિમાચલ પ્રદેસમાં વિધાનસભા ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે આવવાનું છે પરંતુ તે પહેલા એક્ઝિટ પોલ્સના પરિણામ સામે આવી ચુક્યા છે. આ એક્ઝિટ પોલના પરિણામને માનીએ તો પહાડી રાજ્યમાં આમ આદમી પાર્ટી હાંફતી જોવા મળી રહી છે. પહાડો ચઢવાના ઈરાદાથી મેદાનમાં ઉતેલી અરવિંદ કેજરીવાલની પાર્ટી એક ડગલું પણ આગળ વધતી જોવા મળી રહી નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીનો સ્કોર શૂન્ય છે. માત્ર એક જ એક્ઝિટ પોલમાં કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટીને 0 થી 1 સીટ મળી શકે છે. અન્યથા મોટાભાગના એક્ઝિટ પોલમાં પાર્ટી ખાતું પણ ખોલતી જોવા મળી નથી. દિલ્હીની મ્યુનિસિપલ ચૂંટણીમાં જે રીતે અરવિંદ કેજરીવાલનો જાદુ કામ કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, પરિણામોને ભૂલી જાવ, હિમાચલ પ્રદેશમાં પાર્ટીને ખરાબ રીતે હાર મળી રહી છે.


એક્ઝિટ પોલના પરિણામો શું કહે છે?
એક્ઝિટ પોલના પરિણામો અનુસાર, હિમાચલ પ્રદેશમાં આમ આદમી પાર્ટીને 0 બેઠકો મળવાની આશા છે. અહીં અમે તમને 3 સ્ત્રોતોના એક્ઝિટ પોલના પરિણામો જણાવીશું જેમાં પાર્ટીનો સ્કોર 0,0,0 અને 1 છે. અહીં અમે તમને આજતક-એક્સિસ માય ઈન્ડિયા, ઈન્ડિયા ટીવી-મેટરાઈઝ, ન્યૂઝ એક્સ-જન કી બાત અને રિપબ્લિક ટીવી-માર્ક્યૂના એક્ઝિટ પોલના પરિણામો જણાવી રહ્યા છીએ.


આ પણ વાંચોઃ Gujarat Exit Poll 2022: દરેક એક્ઝિટ પોલનો એક જ સાર, ગુજરાતમાં બનશે ભાજપની સરકાર


આજકત-એક્સિસ માય ઈન્ડિયા- 0
ઈન્ડિયા ટીવી-મૈટરાઇઝ- 0
ન્યૂઝ એક્સ-જન કી બાત- 2
રિપબ્લિક ટીવી-માર્ક્યૂ- 0-1


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube