Freebies Politics in Himachal: મુખ્યમંત્રીએ કરી મોટી જાહેરાત, આપે ગણાવ્યું દિલ્હી મોડલની નકલ
હિમાચલ પ્રદેશમાં ચૂંટણી નજીક આવતાં જ રાજકીય પાર્ટીઓની જાહેરાતો શરૂ થઇ ગઇ છે. મુખ્યમંત્રી જયરામ ઠાકુરે હિમાચલ દિવસના અવસર પર જનતા માટે મોટી જાહેરાત કરી છે. જોકે વિપક્ષી દળો તેને ચૂંટણીનો દાવો ગણાવી રહ્યા છે.
Freebies Politics in Himachal Pradesh: હિમાચલ પ્રદેશમાં ચૂંટણી નજીક આવતાં જ રાજકીય પાર્ટીઓની જાહેરાતો શરૂ થઇ ગઇ છે. મુખ્યમંત્રી જયરામ ઠાકુરે હિમાચલ દિવસના અવસર પર જનતા માટે મોટી જાહેરાત કરી છે. જોકે વિપક્ષી દળો તેને ચૂંટણીનો દાવો ગણાવી રહ્યા છે.
મુખ્યમંત્રીએ કરી મોટી જાહેરાત
હિમાચલના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે જાહેરાત કરતાં કહ્યું કે હિમાચલમાં મહિલાઓ પાસેથી બસનું ભાડું 50 ટકા લેવામાં આવશે. પ્રદેશમાં 125 યુનિક સુધી ઘરેલું વિજળી મફત આપવામાં આવશે. આ પહેલાં યૂનિટ સુધી ફ્રી ઘરેલૂ વિજળીની સુવિધા આપવામાં આવી રહી હતી. ગ્રામીણ વિસ્તારોમાં પાણીનું બિલ પણ માફ કરવાની જાહેરાત કરી છે.
આ જાહેરાતો થતાં જ આમ આદમી પાર્ટીએ ભાજપ પર નિશાન સાધતાં કહ્યું કે આ તેમની હારનો મોટો ભય છે અને હિમાચલના મુખ્યમંત્રી કેજરીવાલ મોડલની નકલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું કે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે 150 યૂનિટ વિજળી ફ્રી, ગામમાં પાણી ફ્રી અને મહિલાનું બસનું ભાડું અડધું કરીશું. અમે સાંભળ્યું હતું કે ભાજપ, આમ આદમી પાર્ટીથી ડરી ગઇ છે, પરંતુ તેમની જાહેરાત બાદ સમજી ગયા છીએ કે પોતાની હારનો તેમના ખૌફ છે.
AAP એ ગણાવ્યું દિલ્હી મોડલની નકલ
જોકે મનીષ સિસોદિયાએ હિમાચલની જનતાને અપીલ કરતાં કહ્યું કે તેમની જાળમાં આવશો નહી, તેમને વોટ આપશો નહી. આખા દેશમાં ભાજપની, તેમના મિત્રોની 18 સરકારો છે. ક્યારેય વિચાર્યું નહી હોય કે વિજળી ફ્રી કરી દો. દરેક વાર ફ્રીનો વિરોધ કર્યો. કેન્દ્રની રિવ્યૂ મીટિંગમાં કહે છે કે ફ્રી બરબાદ કરી રહ્યા છે અને હિમાચલમાં ચૂંટણી આવી તો કેજરીવાલ મોડલને કોપી કરવાનું નાટક કરી રહ્યા છે.
તેમને આગળ કહ્યું કે હિમાચલમાં આ દિલ્હી મોડલની નકલ કરવાનો પ્રયત્ન છે. કેજરીવાલનો આટલો ખૌફ, અત્યારે તો કેજરીવાલજીનો મંડીમાં એક જ રોડ શો થયો છે. આ ફ્રી યોજના એટલા માટે કારણ કે તેમને ખબર છે કે આ હારવાના છે. જનતા પણ જાણે છે આ જાહેરાતોનો કોઇ અર્થ નથી. ભાજપ સસ્તી વિજળી આપવાનો વિરોધ કરી રહી છે જો ચૂંટણી જીત્યા તો જાહેરાતો પરત લઇ લેશે.
મનીષ સિસોદિયાએ કહ્યું કે કેજરીવાલજીના એક રોડ શોથી હિમાચલની જનતાને આટલો ફાયદો થઇ શકે છે તો કેજરીવાલજીનું નેતૃત્વ અને તેમના માર્ગ દર્શનમાં ચાલનાર સરકાર બની ગઇ તો હિમાચલના લોકોને કેટલો ફાયદો થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube