JP Nadda Exclusive Interview:  હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીને લઇને રાજકીય હલચલ તેજ છે. આ ક્રમમાં આજે બુધવારે ZEE NEWS ને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે દરેક પાસા પર વાત કરવામાં આવી. જેપી નડ્ડાએ હિમાચલ પ્રદેશ ચૂંટણી અને ગુજરાત ચૂંટણી ઉપરાંત કેજરીવાલ, રાહુલ ગાંધી અને ઓવૈસીને લઇને પૂછવામાં આવેલા પ્રશ્નોનો જવાબ આપ્યો. તેમણે કહ્યું કે એક સારા પ્લેયરને ગમે ત્યાં, ગમે ત્યારે રમવાની આદત હોવી જોઇએ. હિમાચલમાં તેમની ભૂમિકાને લઇને તેમણે કહ્યું કે હું પ્રેશરમાં કામ કરતો નથી. કાર્યકર્તાને પણ કહું છું કે દિલથી વધુ દિમાગથી કામ કરો. આવો તમને જણાવીએ જેપીએ ચૂંટણીની તૈયારીઓ અને વિરોધીઓને લઇને પૂછવામાં આવેલા પ્રશ્નોનો શું જવાબ આપ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

AAP પર વરસ્યા નડ્ડા
તેમણે હિમાચલ પ્રદેશ ચૂંટણીની તૈયરીઓને લઇને કહ્યું કે હું પરીક્ષા પર ધ્યાન આપુ છું રિઝલ્ટ પર નહી. બસ 10 દિવસ છે, તેમાં બોલિંગ-બેટીંગ કરવાની છે. જનતા પોતાના હિતની ચિંતા પોતે કરે છે. કોગ્રેંસમાં તાકાત નથી, તે તો પોતાના માટે લડી રહી છે. જેપી નડ્ડાએ હિમાચલમાં આમ આદમી પાર્ટીથી પડકારને લઇને પૂછવામાં આવેલા પ્રશ્ન પર કહ્યું કે યુપી, ઉત્તરાખંડ, ગોવામાં શું થયું  AAP નું. હિમાચલમાં તો આ લોકો આવ્યા પાછળ અને ગયા પહેલા. ક્રીઝ પર ટક્યા જ નહી. ક્રીઝ પર ટકી રહેવા અને સામેવાળાને ટકવા દેવા નથી...આ અમારું કામ છે. 


કેજરીવાલ પર સાધ્યું નિશાન
કેજરીવાલ પર નિશાન સાધતાં જેપી નડ્ડાએ કહ્યું કે એક અડધીવાર ઝુઠ ચાલી જાય છે વારંવાર નહી, કેજરીવાલની ક્રેડિબિલિટી એકદમ ઝીરો છે. કેજરીવાલને ગણેશજીની સેવા જ નહી, ભગવાનથી લગાવ નથી... તેમણે વોટથી લગાવ છે. જનતા સમજે છે કે પંજાબ ક્યાં પહોંચી ગયા, દિલ્હી શું સ્થિતિ છે...મોદી જીની ક્રેડિબિલિટી વિશ્વસનીય છે. મોદી જીના નામે તો વોટ પડશે જ. આ તો અમારી ખુશકિસ્મતી છે કે અમારી સાથે મોદી જીનું નામ છે. 

શું બ્રશ કર્યા વિના ખાલી પેટ પાણી પીવું ફાયદાકારક છે? આ રહ્યું સત્ય


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube