શિમલાઃ કોરોના વાયરસ (Coronavirus) મહામારીની ત્રીજી લહેર જલદી શરૂ થવાની ચર્ચાઓ વચ્ચે હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) થી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજીવ સૈઝાલ (Rajiv Saizal) એ રવિવારે જણાવ્યુ કે, અમે 100 ટકા એડલ્ટ વસ્તીને કોરોના વેક્સિન  (Corona Vaccine) નો પ્રથમ ડોઝ લગાવી દીધો છે. આવું કરનાર હિમાચલ પ્રદેશ ભારતનું પ્રથમ રાજ્ય બની ગયું છે. 


નવેમ્બર સુધી બીજો ડોઝ લગાવવાની તૈયારી
સ્વાસ્થ્ય મંત્રી સૈઝાલે આગળ કહ્યુ કે, અમારૂ લક્ષ્ય 30 નવેમ્બર સુધી આ બધા લોકોને કોરોના વેક્સિનનો બીજો ડોઝ લગાવવાનો છે. અત્યાર સુધી 12 લાખ લોકો એવા છે જેને કોરોના વેક્સિનના બંને ડોઝ લગાવી દેવામાં આવ્યા છે. તેમણે કહ્યુ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોવિડ-19 મેનેજમેન્ટમાં રાજ્યના મુખ્યમંત્રીની પ્રશંસા કરી ચુક્યા છે અને રસીકરણના ક્ષેત્રમાં પણ પ્રદેશ શરૂઆતથી સારૂ કામ કરી રહ્યુ છે. તેમણે તે પણ કહ્યુ કે, રાજ્ય સરકાર એક વર્ચ્યુઅલ ઇવેન્ટનું આયોજન કરશે જેમાં પીએમ મોદી લાભાર્થીઓ અને સ્વાસ્થ્યકર્મીઓ સાથે વાત કરશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube