કુલ્લુ : હિમાચલ પ્રદેશનાં કુલ્લામાં એક મોટી દુર્ઘટના થઇ છે. અહીં એક બસ ખાઇમાં ખાબકી હતી, જેમાં 20 લોકોનાં મોત નિપજ્યા છે, જ્યારે 30થી વધારે લોકો ઘાયલ થયા છે. આ ઘટના કુલ્લુનાં બંજારમાં થઇ છે. જ્યાં એક વળાંકમાં ચાલકે બસ પરનો કાબુ ગુમાવતા બસ 500 ફુટ ઉંડી ખાઇમાં ખાબકી હતી.


રાહુલના સ્થાને કોણ હશે ઉત્તરાધિકારી? સોનિયા ગાંધીએ આપ્યો આ જવાબ !
બસ કુલ્લુ જિલ્લાનાં બંજારથી એક કિલોમીટર આગળ ભિયોઠ નજીક 500 ફુટ ઉંડી ખાઇમાં ખાબકી હતી. બસ કુલ્લુથી ગાડાગુશૈણી તરફ જઇ રહી હતી. જેમાં આશરે 40-50 લોકો બેઠેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. ખાઇથી ઘાયલોને કાઢવા માટે પોલીસ અને સ્થાનિક તંત્ર ઘટના સ્થળ પર પહોંચી ચુકી છે. જો કે નદીમાં ધસમસતું પાણી વહી રહ્યું હોવાનાં કારણે બચાવ કાર્યમાં અડચણ આવી રહી છે. સ્થાનિકોની મદદથી રાહત અને બચાવ અભિયાન ચલાવાઇ રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જગત જમાદાર થઇને ફરતા ચંદ્રાબાબુને અમિત શાહનો તમાચો, 4 રાજ્યસભા સાંસદ ખેરવી લીધા
ભારત માટે ચેતવણી! ચેન્નાઇમાં દુષ્કાળને પગલે શાળાથી માંડી આખુ શહેર બંધ


દુર્ઘટના એટલી ભયાનક હતી કે બસનાં ચિથરા ઉડી હતી. દુર્ઘટનામાં જે લોકો બચ્યા છે તેમનું કહેવું છે કે આટલી મોટી દુર્ઘટના થવા છતા અમે જિવિત બચી ગયા તે ચમત્કારથી ઓછું નથી. દુર્ઘટનામાં ઘાયલ 12 મહિલાઓ, 6 યુવતીઓ અને 7 બાળકો તથા 10 યુવકોને રેસક્યું કરવામાં આવ્યા છે. જેમાં કેટલાકની સ્થિતી ગંભીર છે. ઘટના સ્થળ પર તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ પહોંચી ચુકી છે.