હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણી માટેનું મતદાન થયુ અને સર્જાઈ ગયો રાજકીય ભૂકંપ. ચૂંટણીમાં કોંગ્રેસના 6 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરીને મોટો ઝટકો આપી દીધો, તો 3 અપક્ષ ઉમેદવારોએ પણ ભાજપને મત આપીને ખેલ કરી નાખ્યો. જેના કારણે કોંગ્રસના ઉમેદવાર અભિષેક મનુ સિંઘવીએ હારનો સામનો કરવો પડ્યો. આ બધા વચ્ચે હિમાચલ પ્રદેશમાં મચેલા રાજકીય ઘમાસાણ વચ્ચે સરકારે વિધાનસભામાં બજેટ પાસ કરાવી લીધુ છે. સદનમાં વિપક્ષી દળ ભાજપના તમામ સભ્યો ગેરહાજર રહ્યા. ભાજપના 15 વિધાયકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 10 વિધાયકોએ સદનમાંથી વોકઆઉટ કરી લીધુ હતું. ધ્વનિમતથી બજેટ પાસ થયું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બજેટ પાસ, સીએમએ કહ્યું- મે રાજીનામું નથી આપ્યું
હિમાચલ પ્રદેશના સીએમ સુખવિંદર સિંહ સુખ્ખુએ પોતાના રાજીનામાના સમાચારોને અફવા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે મે રાજીનામું આપ્યું નથી. મારા રાજીનામાના સમાચાર અફવા છે. અમારી સરકાર સ્થિર છે અને પૂરા પાંચ વર્ષ સુધી ચાલશે. જો કે તે પહેલા એવા સમાચાર આવ્યા હતા કે પાર્ટીમાં ચાલી રહેલા સંકટ વચ્ચે સીએમ સુખ્ખુએ રાજીનામાની રજૂઆત કરી છે. આ સિવાય તેમણે કહ્યું કે અમે તેમના વિરુદધ (કોંગ્રેસ વિધાયકો જેમણે રાજ્યસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવારને મત આપ્યો હતો) અયોગ્યતા પ્રસ્તાવ મૂક્યો છે અને તેના પર સુનાવણી ચાલુ છે. આજે બજેટ પાસ થઈ ગયું અને અમારી સરકારને તોડવાનું જે ષડયંત્ર કરાયું તેનો અમે પર્દાફાશ કરીશું. તેમણે એમ પણ કહ્યું કે ભાજપને મત આપનારા વિધાયકોમાંથી એકે માફી પણ માંગી. રાજ્યના લોકો તેમને જવાબ આપશે. 


મોંઘીદાટ સારવાર પર SC લાલઘૂમ; કહ્યું- હોસ્પિટલોમાં સારવારના રેટ નક્કી કરો, નહીં તો..


ડ્રોમાં નામ સિંઘવીનું નીકળ્યું, છતાં ભાજપના હર્ષ મહાજન કેવી રીતે જીતી ગયા? ખાસ જાણો


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube