Heavy Rain Alert: 4 દિવસમાં 100 લોકોના મોત, હિમાચલમાં ભારે તબાહી, યમુનાએ ધારણ કર્યું વિકરાળ સ્વરૂપ
Himachal Pradesh Rain: હિમાચલમાં વરસાદે જનજીવન ખરાબ રીતે પ્રભાવિત કર્યું છે. રસ્તાઓ તબાહ થઈ ચૂક્યા છે. અનેક ઘર અને પુલ પાણીમાં વહી ગયા છે. અનેક ઠેકાણે ભૂસ્ખલન થઈ રહ્યું છે. સરકારે શાળાઓની રજામાં ફેરફાર કર્યો છે.
Himachal Pradesh Rain: હિમાચલમાં વરસાદે જનજીવન ખરાબ રીતે પ્રભાવિત કર્યું છે. રસ્તાઓ તબાહ થઈ ચૂક્યા છે. અનેક ઘર અને પુલ પાણીમાં વહી ગયા છે. અનેક ઠેકાણે ભૂસ્ખલન થઈ રહ્યું છે. સરકારે શાળાઓની રજામાં ફેરફાર કર્યો છે. આ રજાઓ 10 જુલાઈથી શરૂ થઈ છે. હાલ હિમાચલનો મંજર ખુબ જ પરેશાન કરનારો છે. ઉત્તરાખંડ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં સતત વરસાદ પડી રહ્યો છે. ખરાબ હવામાનના કારણે છેલ્લા 4 દિવસમાં દેશના અલગ અલગ રાજ્યોમાં કુલ 100થી વધુ લોકોના જીવ ગયા. આઠ જુલાઈથી અત્યાર સુધીમાં હિમાચલ પ્રદેશમાં 36, જમ્મુ કાશ્મીરમાં 15, ઉત્તરાખંડમાં 9, દિલ્હીમાં 5, રાજસ્થાન, હરિયાણા અને મહારાષ્ટ્રમાં 1-1 મોત થયા છે.
હિમાચલમાં તબાહી
વરસાદના કારણે હિમાચલ પ્રદેશને લગભગ 1050 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. અનેક લોકોના મોત થયા છે. 79 જેટલા ઘરો સંપૂર્ણ રીતે તબાહ થઈ ગયા. જ્યારે 333 ઘરોને આંશિક નુકસાન થયું છે. મળતી માહિતી મુજબ પ્રદેશમાં અત્યાર સુધીમાં 41 જગ્યાએ લેન્ડસ્લાઈડ થયું છે. જ્યારે 29 ફ્લેશ ફ્લડની ઘટનાઓ સામે આવી છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ બ્લોક થવાથી હિમાચલ પ્રદેશ લોક સેવા આયોગ (HPPSC) એ HPAS ની 23 જુલાઈની પરીક્ષા રદ કરી છે.
24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો આજે ગુજરાતમાં કયા વિસ્તારોમાં વરસાદની આગાહી
Video: ગટરના પાણીથી શાકભાજી ધોતો પકડાયો લારીવાળો, વીડિયો જોઈને રૂવાડાં ઊભા થઈ જશે
GST બેઠકમાં લેવાયેલા નિર્ણયોથી તમને શું લાભ? કઈ વસ્તુઓ સસ્તી થઈ અને કઈ મોંઘી થશે
જૂની દિલ્હી રેલવે બ્રિજ પર 12 જુલાઈના રોજ સવારે પાંચ વાગે યમુનાનું જળસ્તર 207.08 રેકોર્ડ કરાયું હતું. જ્યારે સવારે 7 વાગે વધીને 207.18 મીટર પહોંચ્યું. પીટીઆઈના જણાવ્યાં મુજબ અત્યાર સુધીમાં યમુનાનું વધુમાં વધુ વોટર લેવલ વર્ષ 1978માં 207.49 નોંધાયેલું છે. અધિકારીઓએ મંગળવારે ચેતવણી આપી હતી કે દિલ્હીમાં યમુના નદી પોતાના ઉચ્ચતમ રેકોર્ડને નોંધાવી શકે છે. મંગળવારે જ યમુના નદીનું જળસ્તર 10 વર્ષના ઉચ્ચતમ રેકોર્ડ સ્તર પર પહોંચી ગયું હતું.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube