હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને જળપ્રલય જેવો મંજર છે. મંડી જિલ્લાના ઐતિહાસિક પંચવક્ત્ર મહાદેવ મંદિર પણ આ જળપ્રવાહની બાહોમાં જોવા મળ્યું. બિયાસ નદી અને સુકેતી ખડ્ડુના કિનારે બનેલા આ મંદિરની તસવીરોએ કેદારનાથની યાદ અપાવી દીધી. આ મંદિર કેદારનાથ જેવું દેખાય છે. દસ વર્ષ પહેલા જ્યારે મંદાકિનીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું હતું ત્યારે કેદારનાથ મંદિર અને નદીની ધારા વચ્ચે એક શિલા આવી ગઈ હતી અને મંદિર સુરક્ષિત બચ્યું હતું. હવે હિમાચલમાં સૈલાબથી મચેલા હાહાકાર વચ્ચે એકવાર ફરીથી ચમત્કાર જેવું જોવા મળ્યું છે. જ્યાં એક બાજુ પુલ, પહાડ અને મોટા મોટામકાન ધરાશાયી થયા ત્યાં પંચવક્ત્ર મંદિર પર કોઈ અસર જોવા મળી રહી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંદિરનું નામ પંચવક્ત્ર કેમ?
મંડીનું આ પ્રસિદ્ધ ઐતિહાસિક પંચવક્ત્ર મંદિર 300 વર્ષ કરતા પણ વધુ જૂનું છે. તેને તત્કાલિન રાજા સિદ્ધ સેન (1684-1727) એ બનાવડાવ્યું હતું. શિવની નગરી મંડીમાં નિર્મિત પ્રાચીન મંદિર એક સમૃદ્ધશાળી ઇતિહાસનો સાક્ષી રહ્યું છે. આ મંદિરમાં સ્થાપિત પંચમુખી શિવની પ્રતિમાના કારણે તેને પંચવક્ત્ર નામ અપાયું છે. જે ગુમનામ મૂર્તિકારની કલાનો બેજોડ નમૂનો છે. મંદિરના નિર્માણમાં પથ્થરોનો ઉપયોગ થયો છે. મંદિરનનું શિખર વાસ્તુશિલ્પના આધારે બનાવવામાં આવ્યું છે. મંડી જ નહીં પરંતુ સમગ્ર હિમાચલ પ્રદેશમાં આ મંદિર અંગે ખુબ માન્યતા છે. 


બિયાસના જળપ્રલયમાં મંદિરને નથી પહોંચ્યું નુકસાન
એવું કહેવાય છે કે 100 વર્ષ બાદ પૂરે મંદિરના બાજુ આવેલા સુકેતી ખડ્ડુ પર બનેલા વિક્ટોરિયા બ્રિજને પણ પોતાની ઝપેટમાં લઈ લીધો. લોકોએ ક્યારેય અહીં બિયાસનું આવું  ભયંકર સ્વરૂપ ક્યારેય જોયું નથી. આ બધા વચ્ચે પંચવક્ત્ર મંદિરને નુકસાન પહોંચ્યું નથી. મંદિર ચારેબાજુ પાણીથી ઘેરાયેલું છે પરંતુ પૂરનો પ્રભાવ તેના પર પડ્યો નથી. મંડીમાં હજુ પણ વરસાદ ચાલુ છે. જે તાજા તસવીરો સામે આવી છે તેમાં મંદિરનું શિખર અને તેની બાજુનું પરિસર જોવા મળી રહ્યું છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube