હિમાચલની ઘાટી પર છે મંગળ ગ્રહ? ડિપ્લોમેટે કર્યો મોટો ખુલાસો! જુઓ વાયરલ Photos
Social Media Viral: આ ફોટોઝને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવી છે. ઘાટીના રંગના લીધે તેની તુલના મંગળ ગ્રહ સાથે કરવામાં આવી રહી છે. આ ફોટાને હજારો લોકો (Social Media Users) એ લાઇક કર્યા છે. કોમેન્ટ સેક્શનમાં તો પ્રતિક્રિયાઓનું પૂર આવ્યું છે.
Social Media Viral: સોશિયલ મીડિયા પર મોટાભાગે જમ્મૂ કાશ્મીર અને હિમાચલ પ્રદેશની સુંદર વાદીઓની તસવીરો વાયરલ થતી રહે છે. આ તસવીરો (Trending Photos) ને ફક્ત જોવા માત્રથી લોકો ખુશ થઇ જાય છે. જોકે આ વખતે ઇન્ટરનેટ પર ટ્રેંડ કરી રહેલા ફોટોઝ થોડા અલગ છે. આ ફોટોઝ હિમાચલ પ્રદેશની સ્પિતી ઘાટી (Spiti Valley) ની છે.
હિમાચલ પ્રદેશની સુંદરતા લાજવાબ
હિમાચલના ફોટોઝને શેર કરનાર નોર્વેના ડિપ્લોમેટનું નામ એરિક સોલહેમ (Erik Solheim) કહેવામાં આવી રહ્યું છે. તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી ત્રણ ફોટા શેર કર્યા છે. ભારતની સુંદરતાને દર્શાવતા આ ફોટા લોકોને ખૂબ પસંદ આવી રહ્યા છે. પહેલાં પણ સોશિયલ મીડિયા (Social Media) પર ચર્ચામાં રહેલી આ તસવીરોને જરૂરથી જુઓ...
મંગળ ગ્રહની સાથે કરી તુલના
ટ્વિટર પર તસવીરો શેર કરતાં કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે મંગળમાં એક સવારી. સ્પીતિ હિમાચલ પ્રદેશ. અતુલ્ય ભારત. જોકે નોર્વેના ડિપ્લોમેટે હિમાચલ પ્રદેશની સ્પીતિ ઘાટીને મંગળ ગ્રહ (Mars Planet) સાથે કંપેયર કરી છે. ફોટોઝ ખરેખર અદભૂત છે. લોકો આ પ્રકારના નજારા ફિલ્મો અથવા તો પછી પોતાના સપનામાં જ જોઇ શકે છે.
વાયરલ થઇ તસવીરો
આ ફોટોઝને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવી છે. ઘાટીના રંગના લીધે તેની તુલના મંગળ ગ્રહ સાથે કરવામાં આવી રહી છે. આ ફોટાને હજારો લોકો (Social Media Users) એ લાઇક કર્યા છે. કોમેન્ટ સેક્શનમાં તો પ્રતિક્રિયાઓનું પૂર આવ્યું છે. ઘણા લોકો ફોટોઝ જોઇ ભારતના નજારાની પ્રશંસા કરવા લાગ્યા.