• ચોમાસાનો પ્રહાર, પૂરથી હાહાકાર

  • અનરાધાર વરસાદ બાદ લહેરોની રાજ'નીતિ'

  • મોન્સૂનની ઓગસ્ટ ક્રાંતિથી કોહરામ

  • પહાડોથી લઈ મેદાની પ્રદેશોમાં પૂરનો કહેર

  • લોકો હેરાન-પરેશાન, તંત્ર બન્યું લાચાર

  • મેઘરાજાને ખમૈયા કરવાની લોકોની પ્રાર્થના


હિમાચલ પ્રદેશમાં હાલ એવી ભયાનક તસવીરો જોવા મળી રહી છેકે, જોઈને તમે પણ ડરી જશો. ભારે વરસાદને કારણે દ્રશ્યો જોઈને એવું લાગી રહ્યું છે કે મેઘરાજા ઓગસ્ટ મહિનામાં જળ ક્રાંતિ લાવવાનું મન બનાવી ચૂક્યા છે... જ્યાં જુઓ ત્યાં બસ પાણીનું જ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે... આકાશમાંથી વરસી રહેલો સતત વરસાદ લોકોનું સંકટ વધારી રહ્યો છે. હિમાચલ પ્રદેશના ઉનામાં અનરાધાર વરસાદના કારણે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ... દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે પાણીનો પ્રચંડ પ્રવાહ રસ્તા પરથી પસાર થઈ રહ્યો છે... જેના કારણે ઉના જિલ્લામાં ગાડી તણાઈ જતાં એક જ પરિવારના 9 લોકોનાં મોત થયા.


  • પહાડો પર ફરી આફતનો વરસાદ...

  • પહાડો પર પાણીનું રૌદ્ર રૂપ....

  • મેદાની પ્રદેશોમાં ડરાવી રહી છે નદીઓ...

  • અનરાધાર પાણી લોકોની વધારી રહ્યું છે મુશ્કેલી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉત્તરાખંડમાં ફરી એકવાર વરસાદે તાંડવ શરૂ કરી દીધું છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ચમોલી અને સિરમૌર જિલ્લામાં વારાફરતી પહાડોનો મોટો ભાગ ધડામ કરતો નીચે ધસી આવ્યો... જેના કારણે રસ્તો બંધ થઈ જતાં વાહનવ્યવહારને મોટી અસર થઈ. પહાડો તૂટવાનો સિલસિલો ઘટવાને બદલે વધી રહ્યો છે જે મોટા ખતરાની ઘંટી છે. ઉત્તરાખંડના હરિદ્વારમાં ભારે વરસાદના કારણે ભગતસિંહ યોક સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જેના કારણે સૌથી વધારે મુશ્કેલી વાહનચાલકોને થઈ રહી છે. ટુ-વ્હીલર ચાલકને તો પાણીમાં ધક્કા મારવાની જ ફરજ પડી રહી છે.


ઉપરવાસમાં વરસાદથી ગંગા નદીમાં પાણીની સતત આવક વધી રહી છે. જેના કારણે હરિદ્વારમાં આવેલ ભીમગોડા બેરેજ પાણીથી છલોછલ ભરાઈ ગયો છે. રૂલ લેવલ જાળવવા માટે તેમાંથી 1 લાખ ક્યુસેક જેટલું પાણી નદીમાં છોડવામાં આવતાં નીચાણવાળા વિસ્તારોને ચેતવણી આપી દેવામાં આવી છે. ગુરુગ્રામને હરિયાણાનું સાઈબર સિટી કહેવામાં આવે છે... પરંતુ અહીંયા પડેલાં ભારે વરસાદે તેને વોટર સિટીમાં ફેરવી દીધું છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અનરાધાર વરસાદના કારણે રસ્તા પર કેટલું પાણી ભરાઈ ગયું છે... જેના કારણે લોકોની સાથે સાથે વાહનચાલકોને સૌથી વધુ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.


રણવિસ્તાર તરીકે જાણીતા રાજસ્થાનમાં પણ આ વખતે મેહુલિયો મન મૂકીને વરસી રહ્યો છે. પાટનગર જયપુરમાં રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. તો કરૌલી વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અનેક રાજ્યના લોકો હવે મેઘરાજાને ખમૈયા કરવાની પ્રાર્થના કરી રહ્યા છે. પરંતુ હવામાન વિભાગે આગામી 24 કલાકમાં 14 રાજયોમાં ભારે વરસાદની આગાહી કરી છે. એટલે હાલ લોકોને વરસાદી કહેરનો સામનો કરવો જ પડશે.