નવી દિલ્હી : મુંબઇ પોલીસનાં પુર્વ જોઇન્ટ કમિશ્નર હિમાંશુ રોયની આત્મહત્યાનાં સમાચારે તમામને ચોંકાવી દીધા છે. હિમાંશુ રોય 1988 બેન્ચનાં આઇપીએસ ઓફીસર હતા. તેમને આઇપીએલ સ્પોટ ફિક્સિંગ, જેડે મર્ડર જેવા હાઇપ્રોફાઇ કેસ સંભાળનારા કોપનાં સ્વરૂપે યાદ કરવામાં આવે છે. 2013માં તેમણે આઇપીએલ સ્પોટ ફિક્સિંગ મુદ્દે ઘણા હાઇપ્રોફાઇલ ચહેરાઓને જેલનાં સળીયા પાછળ ધકેલી દીધા હતા. સીએથી આઇપીએસ બનનારા હિમાંશુ રોય લાંબા સમયથી કેન્સરથી પીડિત હતા. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2013 આઇપીએલ સ્પોટ ફિક્સિંગ મુદ્દે સમગ્ર વિશ્વમાં હોબાળો થઇ ગયો હતો. તે સમયે આ કેસની જવાબદારી તેમણે સંભાળી હતી. આ મુદ્દે તેમણે ઘણા ચોંકાવનારા ખુલાસાઓ કર્યા હતા. આઇપીએલ સ્પોટ ફિક્સિંગમાં આરોપીઓને પકડવામાં પણ હિમાંશુ રોયે મહત્વની ભુમિકા નિભાવી હતી. આ તપાસ દરમિયાન તેમણે બિંદુ દારા સિંહની પણ ધરપકડ કરી હતી. આ મુદ્દે ક્રિકેટર અને ટીમ ઇન્ડિયાનાં ફાસ્ટ બોલર એસ.શ્રીસંત અને અજિત ચંદિલાની ધરપકડ પણ તેમની તપાસ દરમિયાન કરવામાં આવી હતી. 

ગુરૂનાથ મયપ્પનની ધરપકડ પણ તેમનાં સમયમાં જ થઇ હતી.
હિમાંશુ રોયે ચેન્નાઇ સુપરકિંગ્સનાં માલિક અને પુર્વ બીસીસીઆઇ ચીફ એન.શ્રીનિવાસનનાં જમાઇ ગુરૂનાથ મયપ્પનની પણ પુછપરછ કરી હતી. આ મુદ્દે તેને દોષીત ગણાવ્યા હતા. તે સમયે હિમાંશુ રાયે ગુરૂનાથ મયપ્પન અને અન્યની વિરુદ્ધ મળેલા પુરાવા અંગે જણાવ્યું હતું. તેમણે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત પેનલને કહ્યું કે, અમારી પાસે આ મુદ્દે જે પણ માહિતી હતી તે સમીતીની સાથે શેર કરી છે જેનાં કારણે ટુંકમાં જ સુપ્રીમ કોર્ટને પોતાનો અહેવાલ સોંપે તેવી આશા છે. 


શ્રીસંતનાં મુદ્દે તેમણે કહ્યું હતું કે, પોલીસ ટીમે ઉક્ત હોટલમાં સીસીટીવી કેમેરાનાં 13 મે પછીનાં ફુટેજ પણ પ્રાપ્ત કરી લીધા છે. તેનાં કારણે તેમને ઘટનાક્રમ જોડવામાં મદદ મળશે અને ભાળ મળશે કે શ્રીસંતને મળવા માટે કોણ - કોણ આવ્યું હતું. શ્રીસંતને કોઇ મહિલા એસ્કોર્ટ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ?