નવી દિલ્હીઃ હિન્દી દિવસ(Hindi Diwas) દર વર્ષે 14 સપ્ટેમ્બર (14 September)ના રોજ મનાવાય છે. માત્ર ભારત(India) જ નહીં પરંતુ વિશ્વના અનેક દેશોમાં હિન્દી ભાષા(Hindi Language) બોલનારા લોકો વસે છે. હિન્દી ભારતની રાષ્ટ્રભાષા (National Language) છે. દુનિયાની ભાષાઓનો ઈતિહાસ રાખતી સંસ્થા એથ્નોલોગ (Ethnologue) અનુસાર હિન્દી દુનિયામાં સૌથી વધુ બોલવામાં આવતી ત્રીજી ભાષા છે. 14 સપ્ટેમ્બર, 1949ના રોજ સંવિધાન સભાએ સર્વાનુમતે નિર્ણય લીધો હતો કે, ભારતની 'રાષ્ટ્રભાષા' હિન્દી રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ નિર્ણય લેવાયા પછી દરેક ક્ષેત્રમાં પ્રસારિત કરવા માટે રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ, વર્ધાના અનુરોધ પર વર્ષ 1953થી સમગ્ર ભારતમાં 14 સપ્ટેમ્બરના દિવસને દર વર્ષે 'હિન્દી દિવસ' (Hindi Diwas) તરીકે મનાવવાની શરૂઆત થઈ હતી. 


હિન્દી દિવસનો ઈતિહાસ(History)
ભારત વિવિધ સંસ્કૃતિઓ, પરંપરાઓ અને ભાષાઓનો દેશ છે. ભારતમાં દુનિયામાં સૌથી વધુ ભાષાઓ બોલવામાં આવે છે. ભારતના દરેક રાજ્યની પોતાની જુદી સાંસ્કૃતિક, રાજકીય અને ઐતિહાસિક ઓળખ છે. તેમ છતાં હિન્દી ભારતમાં સૌથી વધુ બોલાતી ભાષા છે. આ કારણે જ મહાત્મા ગાંધીએ હિન્દીને જનમાનસની ભાષા કહી હતી. તેમણે 1918માં આયોજિત હિન્દી સાહિત્ય સંમેલનમાં હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવા માટે જણાવ્યું હતું. 


ભારતના બંધારણના ભાગ-17ના અધ્યાયની કલમ 343(1)માં હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવા માટે કંઈક આ રીતે લખાયું છે, 'સંઘ કી રાજભાષા હિન્દી અને લિપિ દેવનાગરી રહેશે. સંઘના રાજકીય આયોજનો માટે ઉપયોગમાં લેવાતા આંકડાનું સ્વરૂપ આંતરરાષ્ટ્રીય રહેશે.' જોકે, હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવા માટે ઘણા લોકો ખુશ ન હતા અને તેમણે તેનો વિરોધ કર્યો હતો. આ વિરોધના કારણે પાછળથી અંગ્રેજીને પણ રાષ્ટ્રભાષાનો દરજ્જો આપવામાં આવ્યો હતો. 


ભારતમાં દર મિનિટે થાય છે સેંકડો સાઇબર એટેક, વર્ષે અધધધ આટલા કરોડનો ચુનો લાગે છે!


કેવી રીતે મનાવાય છે હિન્દી દિવસ?
હિન્દી દિવસ પ્રસંગે દેશભરમાં અનેક સ્થળે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. શાળાઓ, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાં નિબંધ સ્પર્ધા, ચર્ચા, કવિતા પાઠ, નાટક અને પ્રદર્શનોનું આયોજન કરાય છે. આ ઉપરાંત સરકારી કચેરીઓમાં 'હિન્દી પખવાડા'નું આયોજન કરાય છે. એટલે કે 14 સપ્ટેમ્બરથી આગામી 15 દિવસ સુધી સરકારી કચેરીઓમાં વિવિધ પ્રકારની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ છે. આ સાથે જ હિન્દીના વિકાસમાં આખું વર્ષ સારું કામ કરનારી સરકારી કચેરીઓને પુરસ્કારથી સન્માનિત પણ કરાય છે. 


હિન્દી સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ બાબતો
- હિન્દી વિશ્વમાં ચોથી એવી ભાષા છે, જેને સૌથી વધુ લોકો બોલે છે. તાજેતરના આંકડા અનુસાર ભારતમાં 43.63 ટકા લોકો હિન્દી ભાષા બોલે છે, જ્યારે 2001માં આ આંકડો 41.3 ટકા હતો. એ સમયે હિન્દી બોલનારા લોકોની સંખ્યા 42 કરોડ હતી. છેલ્લી વસતી ગણતરીના આંકડા અનુસાર 2001થી 2011 વચ્ચે હિન્દી બોલનારા લોકોની સંખ્યામાં 10 કરોડનો વધારો થયો છે. 


- આજે તમામ વિદેશી કંપનીઓ પણ હિન્દી ભાષાને પ્રોત્સાહન આપી રહી છે. દુનિયાનું સૌથી મોટું સર્ચ એન્જિન અંગ્રેજી ઉપરાંત હવે ભારતની હિન્દી ઉપરાંત અન્ય ક્ષેત્રીય ભાષાને મહત્વ આપી રહ્યું છે. તાજેતરમાં જ ઈ-કોમર્સ સાઈટ અમેઝન ઈન્ડિયાએ પોતાની હિન્દી એપ લોન્ચ કરી છે. OLX, Quiker જેવા પ્લેટફોર્મ પહેલાથી જ હિન્દીમાં ઉપલબ્ધ છે. સ્નેપડીલ પણ હિન્દીમાં વિકલ્પ આપે છે. 


- ઈન્ટરનેટના પ્રસારથી જો કોઈ ભાષાને સૌથી વધુ ફાયદો થયો હોય તો તે હિન્દી ભાષા છે.  2016માં ડિજિટલ માધ્યમમાં હિન્દી સમાચાર વાંચનારા લોકોની સંખ્યા 5.5 કરોડ હતી, જે 2021માં 14.4 કરોડ થવાનું અનુમાન છે. 


- 2021માં હિન્દીમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરનારાની સંખ્યા અંગ્રેજીમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરનારા લોકો કરતાં વધી જશે. 20.1 કરોડ લોકો હિન્દીનો ઉપયોગ કરવા લાગશે. ગૂગલના અનુસાર હિન્દીમાં કોન્ટેન્ટ વાંચનારાની સંખ્યા દર વર્ષે 94 ટકાના દરે વધી રહી છે, જ્યારે અંગ્રેજીમાં આ દર વાર્ષિક 17 ટકાનો છે. 


- દક્ષિણ પ્રશાંત મહાસાગરના મેલાનેશિયામાં ફિજી નામનો એક ટાપુ છે. ફિજીમાં હિન્દીને આધિકારિક ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેને ફિજિયન હિન્દી કે ફિજિયન હિન્દુસ્તાની પણ કહે છે. આ ભાષા અવધી, ભોજપુરી અને અન્ય બોલીઓનું મિશ્રણ છે. 


- આ ઉપરાંત, પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ, અમેરિકા, બ્રિટન, જર્મની, ન્યૂઝીલેન્ડ, સંયુક્ત અરબ અમીરાત, યુગાંડા, સુરીનામ, ટ્રિનિદાદ, મોરેશિયસ અને દક્ષિણ આફ્રિકા સહિત અનેક દેશોમાં હિન્દી ભાષા બોલવામાં આવે છે. 


- વર્ષ 2017માં ઓક્સફોર્ડ ડિક્શનરીમાં પ્રથમ વખત 'અચ્છા',  'બડા દિન', 'બચ્ચા' અને 'સૂર્ય નમસ્કાર' જેવા હિન્દી શબ્દોનો સમાવેશ કરાયો હતો. 


જુઓ LIVE TV.....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક.....