મુંબઈઃ Muslim Man Murders Hindu Wife: મુંબઈમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં પતિએ પત્ની કથિત રીતે બુરખો ન પહેરતા તેને મોતને ઘાટ ઉતારી દીધી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપી અને તેની પત્ની વચ્ચે બાળકની કસ્ટડીને લઈને પણ ઝગડો ચાલી રહ્યો હતો. બંન વચ્ચે બાળકની કસ્ટડીને લઈને વાત થવાની હતી, જેનો દર્દનાક અંત સામે આવ્યો છે. આવો તમને જણાવીએ આ ચોંકાવનારી ઘટના વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લગ્ન માટે રૂપાલીથી ઝારા બની હતી યુવતી
પોલીસ પ્રમાણે હિન્દુ યુવતી રૂપાલીએ 2019માં એક મુસ્લિમ વ્યક્તિ ઇકબાલ શેખ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ રૂપાલીએ પોતાનું નામ બદલીને ઝારા કરી લીધુ હતું. ક્ષેત્રના પોલીસ પ્રભારી વિલાસ રાઠોડે જણાવ્યું કે ઝારા છેલ્લા કેટલાક મહિનાથી પોતાના પુત્રની સાથે અલગ રહેતી હતી, કારણ કે ઇકબાલ શેખનો પરિવાર તેના પર બુરખો પહેરવા માટે દબાણ કરતો હતો. 


ઉદ્ધવ ઠાકરેને ઝટકો, સુપ્રીમે કહ્યું- ચૂંટણી પંચ નક્કી કરશે અસલી શિવસેના કોણ


પોલીસે કરી ધરપકડ
ઘટના બાદ ઝારાને ઓળખનાર લોકોએ પોલીસને જાણકારી આપી હતી. સ્થળ પર પહોંચેલી પોલીસે ડેડ બોડીને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓ પ્રમાણે મહિલાના શરીરમાંથી લોહી નિકળી રહ્યું હતું. પોલીસે જણાવ્યું કે આરોપી વિરુદ્ધ આઈપીસીની કલમ 302 (હત્યા) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આરોપીને કસ્ટડીમાં લઈ પોલીસ પૂછપરછ કરી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube