મેરઠ : અખિલ ભારત હિન્દુ મહાસભાએ વીર સાવરકરને ભારત રત્નથી સન્માનિત કરવાની માંગ કરી છે. આ સાથે જ મહાસભાને માંગ કરી છે રે ભારતીય કરન્સીમાંથી મહાત્મા ગાંધીની તસ્વીર હટાવીને વીર સાવરકરની તસ્વીર લગાવવામાં આવે. સાવરકર જયંતી પ્રસંગે હિંદુ મહાસભાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પંડિત અશોક શર્મા અને પ્રદેશ પ્રવક્તા અભિષેક અગ્રવાલે સંયુક્ત રીતે સાવરકરને ભારત રત્ન આપવાની માંગ ઉઠાવતા કહ્યું કે, સરકારની તેમના પ્રત્યે સાચી શ્રદ્ધાંજલી હશે કે તેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવે. તેમણે માંગ કરી કે સરકાર ભારતીય કરન્સીથી મહાત્મા ગાંધીની તસ્વીર હટાવીને સાવરકરની તસ્વીર લગાવે. હિન્દુ મહાસભાનાં નેતાઓએ કહ્યું કે, વીર સાવરકર દ્વારા કરવામાં આવેલ રાષ્ટ્ર પ્રત્યે નિસ્વાર્થ સેવાને નજર અંદાજ કરી શકાય નહી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'રામ રામ'નો જવાન નહી આપનાર વિદેશી નાગરિક પર ચાકુથી હુમલો

આ અગાઉ સાવરકર જયંતી પ્રસંગે ઘટના સ્થળ પર વડાપ્રધાન મોદીએ પણ વિનાયક દામોદર સાવરકરને યાદ કર્યા. મોદીએ ટ્વીટર પર લખ્યું કે, સાવરકર ઘણા લોકોને રાષ્ટ્ર નિર્માણ માટે પ્રેરિત કર્યા. તેમની પ્રેરણાથી સેંકડો લોકોએ પોતાની જાદનેદેશની સ્વતંત્રતા માટે લગાવી દીધા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વીર સાવરકર એક મજબુત ભારતમાટે સાહસ, દેશભક્તિ અને અસીમ પ્રતિબદ્ધતાનું પ્રતિક છે. 


મધ્યપ્રદેશ: ભાજપનાં ધારાસભ્યો સાંસદ બન્યા, તેમાં કોંગ્રેસને ફાયદો થયો !
BJPમાં જોડાવા માટે દિલ્હી પહોંચ્યા TMCના 3 ધારાસભ્ય અને 20 કોર્પોરેટર
અત્રે ઉલ્લેખનીય છે કે, સાવરકરના મુદ્દે એકવાર ફરીથી વિવાદ પેદા થઇ ચુક્યો છે. એક તરફ જ્યાં રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારને પાઠ્યક્રમમાં પરિવર્તન કરતા સાવરકરને દેશભક્ત નહી પરંતુ અંગ્રેજો સામે માફી માંગવાવાળુ નિવેદન ગણાવ્યું છે, બીજી તરફ ભાજપ સતત કોંગ્રેસનાં પ્રકારનાં પગલાને દેશભક્તોનું અપમાન ગણાવી રહ્યા છે. હાલમાં જ છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બધેલે કહ્યું હતું કે દેશની વહેંચણી બીજ હિંદુ મહાસભા નેતા વીર સાવરકરે વાવ્યું હતું અને ટુ નેશન થિયરી સિદ્ધાંતને આગળ વધારવાનું કામ જિન્નાએ કર્યું.