નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના લખનઉ શહેરમાં ધોળે દિવસે હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની હત્યા કરવામાં આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. રિપોર્ટ્સ મુજબ તેમનું ગળે ચપ્પુ ફેરવ્યાં બાદ તેમના પર ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. કલમેશ તિવારીનું સારવાર દરમિયાન ટ્રોમા સેન્ટરમાં મોત નિપજ્યું. ખુર્શીદ બાગ સ્થિત કાર્યાલયમાં હત્યારાઓ કમલેશ તિવારીને મળવાના બહાને આવ્યાં હતાં. ત્યાં તેમની સાથે બેસીને ચા પીધી. ત્યારબાદ ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ગયાં. આ ઘટના લખનઉના નાકા વિસ્તારની છે. પોતાના નિવેદનોના કારણે કમલેશ તિવારી સતત ચર્ચામાં રહેતા હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'કોંગ્રેસને અસાધ્ય રોગ, 370, સર્જિકલ સ્ટ્રાઈક, બાલાકોટનું નામ સાંભળતા જ દુ:ખાવાથી તરફડિયા મારવા લાગે છે'


મળતી માહિતી મુજબ કમલેશ તિવારીને નાકાના ખુર્શીદ બાગ સ્થિતિ ઓફિસમાં બે લોકો ભગવો વેશ ધારણ કરીને મળવા માટે આવ્યાં હોવાનું કહેવાય છે. આ બંને લોકો મીઠાઈનો કોઈ ડબ્બો લાવ્યાં હતાં. જેમાં ચાકૂ અને રિવોલ્વર હતાં. કહેવાય છે કે બંનેએ કમલેશ તિવારી સાથે મુલાકાત કરી. ત્યાબાદ વાતચીત દરમિયાન બદમાશોએ કમલેશ સાથે ચા પણ પીધી. અને પછી તેમને ગળે ચાકૂ ફેરવી દીધુ અને પછી ફાયરિંગ કરીને ફરાર થઈ ગયાં. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...