નવી દિલ્હી: મોદી સરકાર હવે કોંગ્રેસની ગત સરકારો દ્વારા કરાયેલી એક મોટી ભૂલને સુધારવા જઈ રહી છે. ઈતિહાસમાં જે મહાનાયકોને જાણી જોઈને સંતાડી દેવાયા હતા તેમને હવે અભ્યાસક્રમમાં સામેલ કરી દેશ સમક્ષ રજૂ કરાશે. NCERT ના સોશિયલ સાયન્સના પુસ્તક પર શિવસેના સાંસદ અનિલ દેસાઈએ રાજ્યસભામાં સરકારને સવાલ પૂછ્યો હતો જેમાં શાળાના પુસ્તકોમાં નોંધાયેલા ખોટા ઈતિહાસને સુધારવા પર સરકાર તરફથી કરાઈ રહેલા પ્રયત્નો વિશે માહિતી માંગવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનિલ દેસાઈના આ પ્રશ્ન પર કેન્દ્રીય શિક્ષણ રાજ્યમંત્રી અન્નપૂર્ણા દેવીએ બુધવારે ગૃહમાં જવાબ આપતા જણાવ્યું કે સોશિયલ સાયન્સના કેટલાક પુસ્તકોમાં સંશોધન કરીને તેમને રિપ્રિન્ટ કરવા માટે મોકલી દેવાયા છે. તેમણે જણાવ્યું કે 2022-23ના એજ્યુકેશનલ કેલેન્ડરમાં નવા પુસ્તકોમાં આ સુધારેલો ઈતિહાસ ભણાવવાનો શરૂ થઈ શકે છે. અત્રે જણાવવાનું કે NCERT ના ઈતિહાસના પુસ્તકોમાં મુગલોને મહાન અને ભારતના ઐતિહાસિક તથ્યોને ખોટી રીતે રજૂ કરવા મુદ્દે વિવાદ થતો રહ્યો છે. 


Delhi: CM કેજરીવાલના ઘર પર હુમલો!, ગેટ પર રંગ ચોપડી દીધો, સિસોદિયાએ BJP પર લગાવ્યા આરોપ


આ સમગ્ર મામલે ટીકાકારોનું કહેવું છે કે ઈતિહાસના પુસ્તકોમાં એવું તો જણાવવામાં આવ્યું છે કે લાલ કિલ્લો, કુતુબ મિનાર અને તાજ મહેલ કોણે બનાવડાવ્યા. પરંતુ આ તથ્યોને જાણી જોઈને છૂપાવવામાં આવ્યા કે કુતબુદ્દીન ઐબકે કુતુબ મિનાર બનાવડાવવા માટે મૈહરોલીમાં 41 હિન્દુ જૈન મંદિરો તોડ્યા હતા અને ત્યારબાદ તે મંદિરોના કાટમાળ પર મિનાર ચણાવ્યો હતો. ઈતિહાસના પુસ્તકોમાં મુગલોની કથિત બહાદૂરી તો લખાઈ પરંતુ સોમનાથ મંદિર વારંવાર કોણે અને કેવી રીતે તોડ્યું, મથુરા અને કાશીના મંદિરોનો ધ્વંસ કેમ અને કોણે કરાવ્યો, તે અંગે કશો ઉલ્લેખ નથી. 


એટલું જ નહીં પુસ્તકોમાં અકબરને તો મહાન ગણાવ્યો પરંતુ પોતાના રાજ્યને બચાવવા માટે તેની સાથે આજીવન લડત લડનારા મહારાણા પ્રતાપ વિશે વિસ્તૃત કોઈ માહિતી નથી. મુગલોના અત્યાચાર સામે છાતી કાઢીને ઊભા રહેનારા ગુરુ તેગ બહાદૂર, ગુરુ ગોબિંદ સિંહ અને તેમના ચાર સાહિબજાદાઓની ગાથાને તો ઈતિહાસના પુસ્તકોમાંથી સાવ જ ગાયબ કરી દેવાઈ. 


પેટ્રોલના સતત વધતા ભાવથી દુ:ખી છો? નીતિન ગડકરી જે કારમાં બેસીને સંસદ પહોંચ્યા તેના વિશે ખાસ જાણો


અનેક એવા સવાલ છે જે તત્કાલિન કોંગ્રેસ સરકારો પર ઉઠતા રહ્યા અને તેના કોઈ જ તાર્કિક જવાબ મળ્યા નહીં. કેટલાક શિક્ષણ તજજ્ઞોનું કહેવું છે કે કોંગ્રેસની સરકારોએ સનાતન સંસ્કૃતિ અને દેશના નાયકોને ઈતિહાસમાંથી ગાયબ કરવા માટે હિસ્ટ્રી લેખનનું કામ ડાબેરીઓ અને જેહાદી વિચારધારાવાળા લોકોને આપ્યું. જેમણે ઈતિહાસના પુસ્તકોને આ સ્વરૂપ આપ્યું. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube