જયેશ જોશી, અમદાવાદઃ તમિલનાડુના કુન્નૂરમાં બુધવારે સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું. આ ચોપરમાં સીડીએસ બિપિન રાવત, તેમની પત્ની સહિત કુલ 14 લોકો સવાર હતા. દુર્ઘટનામાં બિપિન રાવત સહિત તમામ વરિષ્ઠ અધિકારીઓ શહીદ થયા છે. હેલિકોપ્ટરની ક્રેશનું કારણ જાણવા માટે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. જોકે  આ પહેલીવાર નથી જ્યારે કોઈ મોટી હસ્તી વિમાન દુર્ઘટનાનો શિકાર બની હોય. તેની પહેલાં પણ અનેક મોટા રાજનેતા વિમાન દુર્ઘટનાઓનો શિકાર બની ચૂક્યા છે. ત્યારે આવો જોઈએ આ પહેલાં કઈ હસ્તીઓએ હવાઈ દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. વાય.એસ. રાજશેખર રેડ્ડી:
આંધ્ર પ્રદેશના બે વખતના મુખ્યમંત્રી રહેલા વાય.એસ. રાજશેખર રેડ્ડીનું મોત 2009માં રુદ્રકોંડા હિલમાં એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં થયું હતું. રેડ્ડી કોંગ્રેસના સૌથી જાણીતા ચહેરામાંથી એક હતા અને તેમણે 2009માં પાર્ટીને સત્તામાં પાછી લાવવામાં ઘણી મહેનત કરી હતી.


2. માધવરાવ સિંધિયા:
સપ્ટેમ્બર 2001માં વરિષ્ઠ કોંગ્રેસ નેતા માધવરાવ સિંધિયાનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું. સિંધિયા અને છ અન્ય લોકોને લઈને જઈ રહેલું એક પ્રાઈવેટ પ્લેન યૂપીના મેનપૂરી જિલ્લાના બહારના વિસ્તારમાં ક્રેશ થયું હતું.


3. જી.એમ.સી.બાલયોગી:
લોકસભાના અધ્યક્ષ રહેલાં જીએમસી બાલયોગીનું 3 માર્ચ 2002માં આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લાના કૈકલૂરમાં એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. બાલયોગી 1998માં લોકસભાના સ્પીકર બન્યા હતા. તે 1999માં ફરીથી 13મી લોકસભાના અધ્યક્ષ બન્યા હતા. તે લોકસભાના પહેલા દલિત સ્પીકર હતા.


4. મોહન કુમારમંગલમ:
કોંગ્રેસના નેતા મોહમ કુમારમંગલમનું 1973માં નવી દિલ્લીની પાસે ઈન્ડિયન એરલાઈન્સ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું. મોહન પહેલાં કમ્યૂનિસ્ટ પાર્ટીની સાથે હતા પરંતુ પછી કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા.


5. ઓમ પ્રકાશ જિંદલ:
હરિયાણાના તત્કાલીન વિજળી મંત્રી અને જાણીતા બિઝનેસમેન ઓપી જિંદલનું 31 માર્ચ 2005માં ઉત્તર પ્રદેશના સહારનપુરની પાસે હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું. જિંદલ 1996થી 1997 સુધી ફૂડ, નાગરિક પુરવઠો અને સાર્વજનિક વિતરણ સમિતિના સભ્ય પણ રહ્યા.


6. ડેરા નાટુંગ:
અરુણાચલ પ્રદેશના શિક્ષણ મંત્રી નાટુંગ મે 2001માં એક હેલિકોપ્ટરમાં આ દુનિયાને છોડીને ચાલ્યા ગયા. તેમણે રાજ્યમાં એકલવ્ય મોડલ આવાસીય વિદ્યાલય મોડલ શરૂ કરવામાં એક મહત્વની ભૂમિકા ભજવી હતી.


7. સુરેન્દ્ર નાથ:
પંજાબના રાજ્યપાલ સુરેન્દ્ર નાથ અને તેમના પરિવારના 9 સભ્યોનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. સરકારનું વિમાન 9 જુલાઈ 1994માં હિમાચલ પ્રદેશમાં ખરાબ હવામાનમાં ઉંચા પહાડોમાં તૂટી પડ્યું. સુરેન્દ્ર નાથ તે સમયે હિમાચલના કાર્યવાહક રાજ્યપાલ પણ હતા.


8. સંજય ગાંધી:
પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીના નાના પુત્ર સંજય ગાંધીનું જૂન 1980માં દિલ્લીમાં એક વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું.


તે હસ્તીઓ જેમણે મોતને હરાવ્યું:
1. પૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઈનું વિશેષ વિમાન નવેમ્બર 1977માં અસમમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. તેમની સાથે અરુણાચલ પ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી પી કે થુંગન પણ હતા. જે તે દુર્ઘટનામાં બચી ગયા હતા.


2. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલ, કેન્દ્રીય મંત્રી પૃથ્વીરાજ ચૌહાણ અને કુમારી શૈલજા 2004માં થયેલા વિમાન દુર્ઘટનામાં માંડ-માંડ બચ્યા હતા. દક્ષિણ ગુજરાતના ખાનવેલમાં એક હેલિપેડ પર ઉતરતાં સમયે હેલિકોપ્ટરનો છેલ્લો ભાગ તૂટી પડ્યો હતો.


3. પંજાબમાં પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહ અને મંત્રી પ્રતાપ સિંહ બાજવા સપ્ટેમ્બર 2006માં વિમાન દુર્ઘટનામાં બચી ગયા હતા. ગુરદાસપુરમાં ઉડાન ભર્યા પછી તરત વિજળીના તારથી તેમનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું.


4. પંજાબના મુખ્યમંત્રી સુખબીર સિંહ બાદલ 30 ઓગસ્ટ 2009માં ફિરોઝપુરમાં પોતાના ચાર્ટર્ડ હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. જેમાં તે માંડ-માંડ બચી ગયા હતા.


5. બીજેપીના તત્કાલીન અધ્યક્ષ રાજનાથ સિંહ અને ઉપાધ્યક્ષ મુખ્તાર અબ્બાસ નકવી 2010માં ઉત્તર પ્રદેશના રામપુરની યાત્રા દરમિયાન પ્લેન દુર્ઘટનામાં બચી ગયા. તેમનું ચોપર સૂકા ઘાસના ઢગલાની નજીક ઉતારતાં તેમાં આગ લાગી ગયું. પાયલટે તરત ફરીવાર ઉડાન ભરી અને સુરક્ષિત સ્થાન પર લેન્ડ કર્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube