એક સમયે કોરોના જેવી મહામારીને ખતમ કરવા માટે બાદશાહે શરૂ કરાવી હતી ચાટ, જાણો ચટપટી ચાટનો અટપટો ઈતિહાસ
ચાટ, જે સ્ટ્રીટ ફૂડ જેનું નામ લેતાં જ મોંઢામાં પાણી આવી જાય છે. વીકેન્ડ હોય કે વીકડે. દરેક સમયે દરેક વ્યક્તિ તેને ઝાપટવા માટે તૈયાર રહે છે. પરંતુ ચાટ ક્યાંથી આવી તેના વિશે શું તમે જાણો છો. ઈતિહાસમાં અનેક કહાનીઓ છે. અને ઈતિહાસકારોએ તેને લઈને અનેક દાવા કર્યા છે. કહેવામાં આવે છે કે ચાટની શોધ પેટની બીમારીને દૂર કરવા માટે કરવામાં આવી હતી. જાણીએ તમારી ફેવરીટ ચાટની મોંઢામાં પાણી લાવનારી કહાની વિશે.
નવી દિલ્લીઃ જે અનેક કહાનીઓ ચાટને લઈને જાણીતી છે, તેમાંથી એક છે મુગલ બાદશાહ શાહજહાંના દરબારની કહાની. ખાનપાન વિશેષજ્ઞ કૃષ દલાલનું માનીએ તો ચાટનો જન્મ ઉત્તર પ્રદેશમાં થયો હતો. ચાટ, જે સ્ટ્રીટ ફૂડ જેનું નામ લેતાં જ મોંઢામાં પાણી આવી જાય છે. વીકેન્ડ હોય કે વીકડે. દરેક સમયે દરેક વ્યક્તિ તેને ઝાપટવા માટે તૈયાર રહે છે. પરંતુ ચાટ ક્યાંથી આવી તેના વિશે શું તમે જાણો છો. ઈતિહાસમાં અનેક કહાનીઓ છે. અને ઈતિહાસકારોએ તેને લઈને અનેક દાવા કર્યા છે. કહેવામાં આવે છે કે ચાટની શોધ પેટની બીમારીને દૂર કરવા માટે કરવામાં આવી હતી. જાણીએ તમારી ફેવરીટ ચાટની મોંઢામાં પાણી લાવનારી કહાની વિશે.
કોલેરાને રોકવાની દવા:
જે અનેક કહાનીઓ ચાટને લઈને જાણીતી છે. તેમાંથી એક છે મુગલ બાદશાહ શાહજહાંના દરબારની કહાની. ખાનપાન વિશેષજ્ઞ કૃષ દલાલનું માનીએ તો ચાટનો જન્મ ઉત્તર પ્રદેશમાં થયો હતો. 16મી સદીમાં શાહજહાંના શાસનમાં કોલેરાની બીમારી ફેલાઈ હતી. અનેક પ્રયાસો પછી કોઈપણ ડોક્ટર કે વૈદ્ય તેને નિયંત્રિત કરી શકતા ન હતા. આ દરમિયાન જે એક સારવારની સલાહ આપવામાં આવી. તે અંતર્ગત એક એવું વ્યંજન બનાવવા માટે કહેવામાં આવ્યું, જેમાં અનેક મસાલાનો પ્રયોગ હોય. જેથી પેટની અંદર બેક્ટેરિયાને ખતમ કરી શકાય. અહીંયાથી મસાલા ચાટનો જન્મ થયો. કહેવામાં આવે છે કે તે ચાટને આખી દિલ્લીના લોકોએ ખાધી હતી.
પાકિસ્તાન અને નેપાળ સુધી જાણીતી ચાટ:
દરબારના ફિઝિશિયન હાકીમ અલીએ જણાવ્યું કે ગંદા પાણીના કારણે લોકોને પેટની બીમારીઓ થઈ રહી છે. તેના પછી તેમની સલાહ પર જ આમલી, લાલ મરચું, ધાણાં અને ફૂદીનો જેવો મસાલો તૈયાર કરીને એક ખાસ વ્યંજન બનાવવામાં આવ્યું. આ કહાની કેટલી સાચી છે તે કોઈ જાણતું નથી. આજે ઉત્તર પ્રદેશમાંથી નીકળીને ચાટ આખા સાઉથ એશિયામાં જાણીતી છે. પાકિસ્તાન, નેપાળ અને બાંગ્લાદેશમાં પણ તમને ચાટના શોખીન મળી જશે.
500 ઈસા પૂર્વમાં મળે છે ઉલ્લેખ:
કેટલાંક ઈતિહાસકાર ચાટને દિલ્લી ભલ્લા સાથે જોડે છે. 12મી સદીમાં સંસ્કૃતની એન્સાક્લોપેડિયા કહેવાતા માનસ ઓલસામાં દહીં વડાનો ઉલ્લેખ છે. આ પુસ્તકને સોમેશ્વરા IIIએ લખ્યું હતું અને તેમણે કર્ણાટક પર રાજ કર્યું હતું. ફૂડ હિસ્ટોરિયન કેટી આચાર્યાના જણાવ્યા પ્રમાણે 500 ઈસા પૂર્વમાં પણ દહીં વડા વિશે જણાવવામાં આવ્યું છે. માનસ ઓલસામાં વડાને દૂધમાં, ચોખાના પાણીમાં કે પછી દહીંમાં ડૂબાડવા વિશે જણાવવામાં આવ્યું છે.
રોટલીમાંથી મળી પાણીપૂરીની પ્રેરણા:
તે સિવાય તમિલ સાહિત્યમાં દહીંને કાળું મરચું, મીઠું, તજ અને આદું જેવા મસાલા પછી ખાવાનો ઉલ્લેખ છે. ચાટ સાથે જોડાયેલા મસાલો જેવો કે સિંધાલુ મીઠું, હીંગ અને આમલીનો ઉલ્લેખ મહાભારતમાં તો ક્યાંક બૌદ્ધ ધર્મની વિનયપિતાકામાં મળી જાય છે. આજે ચાટ લંડન, ન્યૂયોર્ક અને ભારતની બહાર બીજા દેશોમાં પણ જાણીતી થઈ રહી છે, વાત જો પાણીપૂરીની કરવામાં આવે તો તેનો પણ એક ઈતિહાસ છે. પાણીપૂરીને રોટલી કે ચપાટી સાથે જોડવામાં આવે છે. આમલીના પાણીનો ઉપયોગ આજે પાણીપૂરીમાં ભરપૂર થાય છે. કહેવામાં આવે છે કે તેને ભારતમાં પ્રાચીન કાળમાં ડેવલપ કરી હતી.