સ્ટર્લિંગ બાયોટેક કેસ: આરોપી હિતેશ પટેલની અલ્બાનિયામાં થઈ ધરપકડ
દેશની બેંકોને ચૂનો ચોપડીને વિદેશ ભાગી જનારાઓમાં એક નામ હિતેશ પટેલનું પણ છે. જે મની લોન્ડરિંગનો આરોપી છે. આ હિતેશ પટેલ અલબાનિયામાં દબોચાયો છે. પટેલ 8100 કરોડ રૂપિયાના બેંક ફ્રોડ અને ગુજરાતના વડોદરાના સ્ટર્લિંગ બાયોટેક કેસમાં મોસ્ટ વોન્ટેડ છે. તથા તેના ઉપર 5000 કરોડ રૂપિયાનો મની લોન્ડરિંગ કેસ પણ નોંધાયેલો છે.
અલબાનિયા: દેશની બેંકોને ચૂનો ચોપડીને વિદેશ ભાગી જનારાઓમાં એક નામ હિતેશ પટેલનું પણ છે. જે મની લોન્ડરિંગનો આરોપી છે. આ હિતેશ પટેલ અલબાનિયામાં દબોચાયો છે. પટેલ 8100 કરોડ રૂપિયાના બેંક ફ્રોડ અને ગુજરાતના વડોદરાના સ્ટર્લિંગ બાયોટેક કેસમાં મોસ્ટ વોન્ટેડ છે. તથા તેના ઉપર 5000 કરોડ રૂપિયાનો મની લોન્ડરિંગ કેસ પણ નોંધાયેલો છે. પટેલ વિરુદ્ધ 11 માર્ચના રોજ રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી. ઈડી સૂત્રોના જણાવ્યાં મુજબ હિતેશ પટેલને 20 માર્ચના રોજ અલબાનિયામાં નેશનલ ક્રાઈમ બ્યુરો તિરાનાએ અરેસ્ટ કર્યો. પટેલ વિરુદ્ધ 11 માર્ચના રોજ ઈન્ટરપોલે રેડ કોર્નર નોટિસ જારી કરી હતી. ઈડીએ મુંબઈ સ્થિત પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) કોર્ટમાં તેની વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. ઈડીએ ભાગેડુ આર્થિક અપરાધી કાયદા હેઠળ નિતિન, ચેતન, દિપ્તી સાંડેસરા અને હિતેન પટેલ વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. ચારેય ગુજરાતની ફાર્મા કંપની સ્ટર્લિંગ બાયોટેકના પ્રમોટર છે.
ચીન: કેમિકલ ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં ભયંકર વિસ્ફોટ, 47ના મોત અને 600થી વધુ ઘાયલ
ઈડીના સૂત્રોના જણાવ્યાં મુજબ હિતેશ પટેલને જલદી ભારત પ્રત્યાર્પણ કરવામાં આવી શકે છે. 5000 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં તેના વિરુદ્ધ ઈડીએ પીએમએલએ કોર્ટમાં અરજી દાખલ કરી છે. પહેલા એવી સૂચના આવી હતી કે પટેલ અમેરિકામાં રહે છે પરંતુ હવે તેની અલબાનિયામાંથી ધરપકડ કરાઈ છે. અત્રે જણાવવાનું કે આ સપ્તાહે જ પંજાબ નેશનલ બેંકના કરોડો રૂપિયા ચાઉ કરી જનારા નીરવ મોદીની પણ લંડનમાં ધરપકડ થઈ છે.
ઈરાક: ટિગરિસ નદીમાં હોડી ડૂબતા 19 બાળકો સહિત 94 લોકોના દર્દનાક મોત
નોંધનીય છે કે 8100 કરોડ રૂપિયાના બેંક ફ્રોડ મામલે અપરાધિક તપાસથી બચવા માટે સ્ટર્લિંગ સમૂહના તમામ ચાર ડિરેક્ટરો દેશ છોડીને ફરાર થઈ ગયા હતાં. આરોપીઓમાં સ્ટર્લિંગ સમૂહના મુખ્ય ડિરેક્ટર નિતિન સાંડેસરા, ચેતન સાંડેસરા, દિપ્તી સાંડેસરા, હિતેશ પટેલ, રાજભૂષણ દીક્ષિત, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હેમંત હાથી અને વચેટિયો ગગન ધવન સામેલ છે. કંપનીઓમાં સ્ટર્લિંગ બાયોટેક, પીએમટી મશીન્સ લિમિટેડ, સ્ટર્લિંગ સેઝ એન્ડ ઈન્ફ્રા લિમિટેડ, સ્ટર્લિંગ પોર્ટ લિમિટેડ, સ્ટર્લિંગ ઓઈલ રિસોર્સ લિમિટેડ વગેરે સામેલ છે.
લેટેસ્ટ ગુજરાતી ન્યૂઝ જોવા માટે જુઓ LIVE TV