નવી દિલ્હી: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping)નું વિમાન આજે નવી દિલ્હીની જગ્યાએ દક્ષિણ ભારત (South India)માં ઉતરશે. બપોરે 2.10 વાગે ચેન્નાઈ એરપોર્ટ પર ઉતરણ કર્યા બાદ જિનપિંગ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ઐતિહાસિક મુલાકાત તામિલનાડુના મહાબલીપુરમમાં થશે. સમુદ્ર કિનારે વસેલા આ અત્યંત પ્રાચીન શહેરમાં બંને રાષ્ટ્રાધ્યક્ષોનું મળવું એ કૂટનીતિક અને ઐતિહાસિક દ્રષ્ટિએ ઘણું મહત્વનું માનવામાં આવી રહ્યું છે. કારણ કે જિનપિંગને સીધા મહાબલીપુરમ લઈ જવા તેની પાછળનું કારણ પણ છે. આ કારણ છે આ જગ્યાનું ચીન સાથે પૌરાણિક કનેક્શન અને મહત્વ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુલાકાત માટે મહાબલીપુરમની પસંદગી જ કેમ થઈ?
હકીકતમાં બધા એ જાણવા માંગે છે કે ચીની રાષ્ટ્રપતિ અને પીએમ મોદીની ભારતમાં મુલાકાત માટે મહાબલીપુરમની જ પસંદગી કેમ કરાઈ. તો તેની પાછળનું કારણ છે દક્ષિણ ભારતના આ પ્રાચીન શહેરનો ચીન સાથે જુનો સંબંધ. મહાબલીપુરમનો ચીન સાથે લગભગ 2000 વર્ષ જૂનો સંબંધ છે. કહે છે કે મહાબલીપુરમથી ચીનના વ્યાપારિક સંબંધ લગભગ 2000 વર્ષ જૂના છે. સમુદ્ર કિનારે વસેલા આ બંદરવાળા શહેરનો ચીન સાથે એટલો જૂનો નાતો છે કે અહીં અને તેની આસપાસના વિસ્તારોમાંથી ચીની સિક્કા પણ મળી આવ્યાં હતાં. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...