બેંગલુરુઃ એક HIV પોઝીટીવ પુરુષે તેની પત્ની સાથે કોન્ડોમ વગર સંબંધ બાંધ્યો હતો. પત્ની સાથે બદલો લેવા માટે અસુરક્ષિત સેક્સ કર્યુ. આ અંગે પત્નીને જાણ થતાં જ પત્નીના હોશ ઉડી ગયા હતા. પત્નીનો ટેસ્ટ થઈ ગયો છે, તે ટેસ્ટ રિપોર્ટની આતુરતાથી રાહ જોઈ રહી છે. આ દરમિયાન મહિલાએ પતિ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ પણ કરી છે. પોલીસ આરોપીને શોધી રહી છે. મામલો કર્ણાટકનો છે. ફરિયાદ બાદ, કર્ણાટક પોલીસે તેની પત્ની સાથે કથિત રીતે અસુરક્ષિત સેક્સ  એટલેકે, કોન્ડોમ વિના કરવા બદલ HIV પોઝિટિવ પુરુષની શોધ શરૂ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ તેની પત્ની સાથે બદલો લેવા માટે આ કૃત્ય કર્યું હતું, જે તેની સાથે સંબંધ તોડવા માટે તૈયાર હતી. પોલીસે જણાવ્યું કે આરોપી એચઆઈવીથી સંક્રમિત હોવા છતાં પત્ની તેની સાથે રહેવા સંમત થઈ હતી અને દંપતી હંમેશા સુરક્ષિત સેક્સ કરે છે. મહિલાને પણ ચેપ ન લાગે તેની ખાતરી કરવા માટે છ વર્ષ સુધી નિયમિત પરીક્ષણો કરાવ્યા.


પોલીસના જણાવ્યા અનુસાર, આ પછી પણ તે પુરુષ તેની પત્ની સિવાય અન્ય મહિલાઓ સાથે સંબંધ રાખતો હતો. જ્યારે મહિલાને ખબર પડી કે આરોપી એક મહિલાને ઘરે લાવ્યો છે, ત્યારે તે તેનાથી દૂર થઈ ગઈ. દરમિયાન આરોપી તેની પત્નીને મળ્યો. અને તેને સમજાવી... અને પછી બહાનું બનાવી મિત્રના ઘરે લઈ ગયો. તેણે પત્નીને ડ્રગ્સ લેવા માટે પણ દબાણ કર્યું અને પછી અસુરક્ષિત સેક્સ કર્યું. સ્ત્રીને સુરક્ષા વિના સેક્સ કરવાથી ઘણો ડર હોય છે. તેણે તરત જ ટેસ્ટ કરાવ્યો. મહિલાના કહેવા મુજબ તે સાથે રહેવા માંગતી ન હતી તેથી પતિએ આવું કર્યું.



મહિલાનું હવે વનિતા સહાયવાની (મહિલા હેલ્પલાઇન)ના કર્મચારીઓએ કાઉન્સેલિંગ કર્યું. મહિલાએ તેની મદદ માટે બસવનગુડી મહિલા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો છે. 28 વર્ષની મહિલાએ 2015માં આરોપી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી તેને ખબર પડી કે તેનો પતિ એટલે કે આરોપી HIV પોઝીટીવ છે. પોલીસે જણાવ્યું હતું કે આરોપી કોઈક રીતે તેણીને તેની સાથે રહેવા માટે સમજાવવામાં સફળ રહ્યો અને આ બીમારી માટે તમામ દોષ તેની પ્રથમ પત્ની પર નાખ્યો. અને પછી તેની બીજી પત્ની સાથે અસુરક્ષિત શારીરિક સંબંધ બાંધ્યો હતો.