Hiware Bazar: મહારાષ્ટ્રના અહેમદનગર જિલ્લામાં એક એવું ગામ છે જ્યાં 80 લોકો કરોડપતિ છે. એટલું જ નહીં આ ગામમાં એક પણ મચ્છર નથી. અહીં જો કોઈ મચ્છર શોધીને દેખાડે તો તેને 400 રૂપિયાનું ઈનામ પણ અપાય છે. આ ગામનું નામ હિવરે બાજાર છે. હિવરે બાજાર એક સમયે દુષ્કાળગ્રસ્ત હતું. પરંતુ અહીંના લોકોએ પોતાના દમ પર આ ગામની દિશા અને દશા બદલી નાખી. હિવરે બજાર ગામમાં 305 પરિવાર રહે છે. જેમાંથી 80 લોકો કરોડપતિ છે. 1990ના દાયકામાં હિવરે બજારના 90 ટકા પરિવાર ગરીબ હતા. પરંતુ હવે આ ગામનું ભાગ્ય બદલાઈ ગયું છે. હિવરે બજારની કહાની રસપ્રદ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રીતે બદલાયું ભાગ્ય
અત્રે જણાવવાનું કે 80-90ના દાયકામાં હિવરે બજાર ગામ ભયંકર દુષ્કાળ સામે ઝઝૂમી રહ્યું હતું. પીવા માટે પાણી પણ બચ્યું નહતું. કેટલાક લોકો પોતાના પરિવાર સાથે પલાયન કરી ગયા હતા. પરંતુ ત્યારે પણ ગામના લોકોએ આશા છોડી નહીં. તેમણે ગામને બચાવવા માટે કમર કસી લીધી. વર્ષ 1990માં ગામના લોકોએ જોઈન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ કમિટી બનાવી. જે હેઠળ ગામમાં કૂવા ખોદવા અને ઝાડ લગાવવાનું કામ શ્રમદાન દ્વારા શરૂ કરાયું. આ કામ કરવા માટે મહારાષ્ટ્ર એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમ હેઠળ ફંડ મળ્યું. જેનાથી ગામના લોકોની ખુબ મદદ થઈ. 


આ પાક પર પ્રતિબંધ
ત્યારબાદ પાણી બચાવવા માટે હિવરે બજારના લોકોએ ગામમાં એવા પાક પર પ્રતિબંધ મૂકી દીધો જેને ઉગાડવા માટે વધુ પાણીની જરૂર હોય છે. અત્રે જણાવવાનું કે ગામવાળાની આ કવાયતના કારણે અહીંનું જળસ્તર 30-35 ફૂટ પર આવી ગયું છે. ગામમાં ટ્યૂબવેલ ખતમ થઈ ગયા છે. 


આ વીડિયો પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube