નવી દિલ્હી: રિયાઝ નાયકૂ (Riyaz Naikoo)ના ખાતમા બાદ સૈફુલ્લાહને હિજબુલ મુજાહિદ્દીન (Hizbul Mujahideen) નો નવો કમાન્ડર બનાવવામાં આવી શકે છે. સુરક્ષા એજન્સીઓના હવાલે આવેલી જાણકારી મુજબ હિજબુલ મુજાહિદ્દીન સેફુલ્લાહને નવો કમાન્ડર બનાવવા માંગે છે. નાઈકૂના માર્યા ગયા બાદ સુરક્ષા એજન્સીઓ હવે સેફુલ્લાહની શોધમાં છે. સૈફુલ્લાહ હાલ સાઉથ કાશ્મીરમાં એક્ટિવ છે અને તે પણ A++ કેટેગરીનો આતંકી છે. તેને રિયાઝની જેમ જ ખતરનાક આતંકીઓની કેટેગરી લિસ્ટમાં સામેલ કરાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

J&K: સુરક્ષાદળોને મોટી સફળતા, હિજબુલનો ટોપ કમાન્ડર રિયાઝ નાયકૂ ઠાર, 12 લાખનું હતું ઈનામ


સૈફુલ્લાહ નાયકૂની જેમ યુવાઓને આતંકી સંગઠનમાં ભરતી કરવામાં લાગેલો છે. સૈફુલ્લાહ અથડામણમાં ઘાયલ આતંકીઓની સારવાર કરવાના કરાણે સૌથી પહેલા ચર્ચામાં આવ્યો હતો. 


આતંકી રિયાઝ નાયકુની ઠાર માર્યા બાદ અવંતિપુરામાં સુરક્ષા દળો પર પથ્થરમારો


અત્રે જણઆવવાનું કે બુધવારે 6 મેના રોજ જમ્મુ અને કાશ્મીરના પુલવામાના બેગપોરા વિસ્તારમાં સેનાએ હિજબુલ કમાન્ડર રિયાઝ નાયકૂને માર્યો હતો. નાયકૂ પર 12 લાખનું ઈનામ પણ હતું. આ એજ ગામ છે જ્યાં રિયાઝ નાયકૂ જન્મ્યો હતો અને ત્યાં તેનો પરિવાર રહે છે. 


નિર્ણય: આતંકીઓને હીરો બનાવવાનું નાટક બંધ, નહીં મળે લાશ, નહીં જાણી શકાય કબરનું સરનામું


આતંકી રિયાઝ નાયકૂ A++ કેટેગરીનો આતંકી હતો. સુરક્ષાદળો લાંબા સમયથી તેની શોધમાં હતાં અને સેનાએ તેના પર 12 લાખનું ઈનામ પણ રાખ્યું હતું. આ અગાઉ ચારવાર સુરક્ષાદળોને ચકમો આપીને રિયાઝ નાયકૂ છટકી ગયો હતો. નાયકૂને મારવા માટે સુરક્ષાદળોએ ખાસ પ્લાન બનાવ્યો હતો. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube