શ્રીનગર : જમ્મુ - કાશ્મીરનાં સૌથી મોટા આતંકવાદી જુથ હિજ્બુલ મુજાહિદ્દીને શ્રીનગરની વચ્ચોવચ લાલચોક પર બેઠકની તસ્વીર ઇશ્યું કરીને સુરક્ષાદળોની સામે મોટા સવાલો પેદા કરી દીધા છે. આતંકવાદીઓનાં કમાન્ડરે આ બેઠક બાદ કાશ્મીરના પ્રસિદ્ધ લાલચોકથી ફોટો ઇશ્યું કરીને સુરક્ષાદળો અને સુરક્ષા એજન્સીઓને પડકાર ફેંક્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હિજબુલ મુજાહિદ્દીને સુરક્ષા અધિકારીઓને પડકાર ફેંક્યો હતો કે તેઓ શ્રીનગરમાં 21 તારીખની બેઠક યોજશે અને એજન્સીઓ જે ઇચ્છે તે કરી લે. પડકાર ફેંક્યાનાં થોડા સમય બાદ જ સોશિયલ મીડિયા પર આતંકવાદીઓની તસ્વીર વાઇરલ થઇ ગઇ. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમાચારો અનુસાર ઉમર માજિદ ઉર્ફે હનજલ્લા લાલચોકમાં બેઠકનો માસ્ટર માઇન્ડ છે. બેઠક કર્યા બાદ ઘંટાઘરની સામે હનજલ્લાએ સેલ્ફી લઇને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધી. જો કે તસ્વીરની સત્યતા મુદ્દે હાલ કંઇ પણ કહેવામાં આવી શકશે નહી. સ્થાનીક પોલીસનું કહેવું છે કે આ મુદ્દે તપાસ ચાલી રહી છે અને આગળની તપાસ ચાલી રહી છે. 

જો આ ઘટના સાચી સાબિત થઇ હોય તો પોલીસ અને સુરક્ષાદળો માટે શરમજનક હોવાની સાથે સાથે સરકાર માટે મોટો માથાનો દુખાવો સાબિત થશે કારણ કે આતંકવાદીઓની શ્રીનગરમાં બેઠક અનેક સ્તરો પર ચુક જાહેર કરે છે. 

અગાઉ શોપિયામાં રવિવારે સવારે સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા. સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ઘર્ષણ દક્ષિણી કાશ્મીરના શોપિયા જિલ્લામાં રેબન વિસ્તારમાં થઇ. મળતી માહિતી અનુસાર આ આતંકવાદી સાથે સેના, એસઓજી અને સીઆરપીએફની સંયુક્ત ટીમ સામે મુકાબલો કર્યો. સુરક્ષાદળોને આતંકવાદીઓની હાજરી અંગે સુત્રો પાસેથી માહિતી મળી હતી. ત્યાર બાદ તેમણે આતંકવાદીઓને પકડવા માટે જાળ બિછાવી. 

એક પોલીસ અધિકારીના અનુસાર ઠાર મરાયેલા આતંકવાદીઓ પાસે એકે-47 અને એક પિસ્તોલ પણ જપ્ત થઇ છે. ઠાર મરાયેલા આતંકવાદીઓની ઓળખ પણ થઇ ચુકી છે. તેમાંથી એકનું નામ અલબદર નવાજ અને બીજાનું નામ આદિલ હોવાની માહિતી મળી રહી છે. રવિવારે સવારે સાડા ત્રણ વાગ્યે સીઆરપીએફની 178મી બટાલિયન, એસઓજી જૈનપોરા અને 1 રાષ્ટ્રીય રાઇફલ્સે આતંકવાદીઓની શોધખોળમાં સધન તપાસ અભિયાન ચલાવ્યું. આ એન્કાઉન્ટરમાં સીઆરપીએફનાં એક કોન્સ્ટેબલના જમણા પગમાં ગોળી આવી હતી.