કાશ્મીરમાં સેનાએ હિજબુલના કમાન્ડર મન્નાન વાનીને ઠાર માર્યો, 3ની ધરપકડ
મન્નાન વાની વર્ષની શરૂઆતે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનો પીએચડીનો કોર્સ છોડીને હિજ્બુલમાં જોડાયો હતો
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લામાં ગુરૂવારે સુરક્ષાદળોએ એક મોટા ઓપરેશનમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ બંન્નેમાંથી એક આતંકવાદીની ઓળખ હિજબુલ મુજાહિદ્દીનનાં કમાન્ડર મન્નાન વાની તરીકે થઇ છે. મન્નાન વાની અલીગઢ મુસ્લિમ યૂનિવર્સિટી (AMU)ના પૂર્વ સ્ટૂડેંટ હતા. વાની આ વર્ષે એએમયુથી ગુમ થયો હતો. ત્યાર બાદ સમાચાર આવ્યા હતા કે તે આતંકવાદી સંગઠન હિજબુલ મુજાહિદ્દીનમાં જોડાઇ ગયો હતો. એએમયુએ મન્નાન વાનીને હાંકી કાઢવામાં આવ્યો હતો.
સુત્રો અનુસાર હંદવાડના શાંટગુંડ વિસ્તારમાં સેનાની રાષ્ટ્રીય રાઇફલ્સ, પોલીસ અને સીઆરપીએફનાં એક સંયુક્ત ઓપરેશનમાં હિજબુદ મુજાહિદ્દીનનાં બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર મુન્નાન વાની માટે ટેલિગ્રામ ચેનલ પર એક સંદેશપણ ઇશ્યું થયો છે કે, ડોક્ટર વાનીને શહાદત મળી. અલ્લાહ તેમને જન્નતમાં સ્થાન આપે.
સેનાનાં વોન્ટેડ લિસ્ટમાં હતો વાની
મન્નાન વાનીએ આ વર્ષની શરૂઆતમાં અલીગઢ મુસ્લિમ યુનવિર્સિટીનાં પીએચડીના કોર્સને છોડીને હિઝબુલ મુજાહિદ્દીનમાં જોડાયો હતો. હિજબુલે તેને કુપવાડાનો કમાન્ડર બનાવ્યો હતો. મન્નાન હિજબુલમાં જોડાયો ત્યારથી જ સુરક્ષા એજન્સીઓએ તેની શોધખોળ આદરી હતી. જ્યારે ગત્ત દિવસોમાં સેના દ્વારા મોસ્ટ વોન્ડેટ ટેરરિસ્ટની યાદીમાં મન્નાનનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.
આતંકવાદીઓએ ફાયરિંગ કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. સેનાને માહિતી મળી ત્યાર બાદ તેણે હંદવાડમાં 9 વાગ્યે રાષ્ટ્રીય રાઇફલ્સ, પૈરા સ્પેશલ ફોર્સ, એસઓજી અને સીઆરપીએફની ટીમોએ શાટગુંડ વિસ્તારમાં ઘેરાબંધી કરી અને લાઉડસ્પીકર દ્વારા છુપાયેલા આતંકવાદીઓને શરણે આપવવા માટે કહ્યું. કડક ઘેરાબંધી છતા પણ આતંકવાદીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
આતંકવાદીઓને ઠાર મરાયા બાદ વિસ્તારમાં ભારે હિંસા
આતંકવાદીઓના ફાયરિંગના જવાબમાં જવાનોએ ફાયરિંગ કર્યું. બીજી તરફ ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી લેવામાં આવી. જો કે ધરપકડની સાથે જે વિસ્તારમાં રહેલા ઉપદ્રવીઓએ સુરક્ષા દળો પર પથ્થરમારો ચાલુ કરી દીધો. જો કે સીઆરપીએફ પેલેટ ગનનો ઉપયોગ કરી તથા ટીયરગેસનાં શેલ છોડીને એન્કાઉન્ટર સાઇટની આસપાસથી લોકોને ખદેડ્યા હતા. ત્યાર બાદ ધરપકડ કરાયેલા આતંકવાદીઓને ગુપ્ત સ્થળે લઇ જવાયા હતા.