Independence Day 2023: સ્વતંત્રતા દિવસ અગાઉ જમ્મુ કાશ્મીરથી એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેણે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે. વીડિયોમાં હિજબુલ આતંકવાદીનો ભાઈ તેના ઘરની બારી પર તિરંગો લહેરાવતો જોવા મળી હ્યો છે. અત્રે જણાવવાનું કે હિજબુલ મુજાહીદ્દીનના આતંકી જાવેદ મટ્ટુનો ભાઈ રઈસ મટ્ટુ તેના ઘરની બારીમાંથી તિરંગો લહેરાવતો જોવા મળ્યો. નોંધનીય છે કે કાશ્મીર ખીણના ટોચના 10 ટાર્ગેટમાં હિજબુલ મુજાહીદ્દીન આતંકી સંગઠન સાથે જોડાયેલા આતંકી જાવેદ મટ્ટુનું નામ પણ સામેલ છે. જે લાંબા સમયથી સુરક્ષા એજન્સીઓના રડાર પર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અગાઉ રવિવારે શ્રીનગરમાં એક વિશાળ તિરંગા રેલીનું આયોજન કરાયું હતું. આ રેલીમાં જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ પણ પોતાની ઉપસ્થિતિ નોંધાવી હતી. આ રેલીમાં ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)ના અધ્યક્ષ મહેબૂબા મુફ્તી પર ખુબ નિશાન સાંધ્યુ હતું. તેમણે કહ્યું કે જે લોકો દાવો કરતા હતા કે જમ્મુ કાશ્મીરમાં તિરંગો ઉઠાવનારું કોઈ નહીં બચે તે તમામ લોકોએ આ રેલીમાં આવેલી ભીડને જોવી જોઈએ. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube