HMPV Virus: ચીનમાં વાયરસના વધતા ખતરાને જોતા ભારતે પણ સતર્કતા વધારી દીધી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગે સ્થિતિ પર નજર રાખવા માટે એક બેઠક કરી. ICMR ની લેબની સંખ્યા વધારવા અને વાયરસ પર નજર રાખવા માટે આદેશ આપી દીધા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૃહાનની સ્કૂલોમાં એક સાથે 30થી વધુ બાળકો બીમાર
ચીનમાં કોરોના બાદ હવે એક નવા વાયરસે દસ્તક આપી દીધી છે. આ વાયરસનું નામ હ્યૂમન મેટાપ્રેયૂમો વાયરસ (HMPV) છે, જે ઝડપથી ફેલાઈ રહ્યો છે. વુહાનની સ્કૂલોમાં 30થી વધુ બાળકો બીમાર હોવાના અહેવાલ બાદ સ્કૂલો તાત્કાલિક બંધ કરવામાં આવી છે. ચીનમાં સંક્રમણના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે, જેનાથી હડકંપ મચ્યો છે. 


ઝડપથી વધી રહ્યું છે સંક્રમણ
અસલમાં HMPV વાયરસના કારણે છેલ્લા 10 દિવસોમાં સંક્રમણના કેસોમાં 529 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. હોસ્પિટલોમાં દર્દીઓની ભારે ભીડ જોવામાં આવી રહી છે. આ સ્થિતિ પર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) એ ચીનથી આ વાયરસની વિસ્તૃત જાણકારી માંગી છે. WHO એ જણાવ્યું છે કે વિગતો મળતાં જ સંશોધનને વધુ તેજ કરવામાં આવશે.


ચીનની સ્પષ્ટતા
ચીન સરકારનું માનવું છે કે આ વાયરસથી ગભરાવવાની જરૂર નથી. તેમનો દાવો છે કે સંક્રમણથી વધારે ખતરો નથી અને સ્થિતિ નિયંત્રણમાં છે. જોકે, શિયાળાની ઋતુમાં શ્વાસ સંબંધી બીમારીઓ વધવાના કારણે સતર્ક રહેવાની જરૂર છે. સ્વાસ્થ્ય વિભાગે લોકોને દિશા નિર્દેશોનું પાલન કરવાની સલાહ આપી છે.


ભારત પણ સતર્ક, દેખરેખ તેજ
ચીનમાં વાયરસના વધતા કેસને જોતા ભારતે પણ સતર્કતા વધારી દીધી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગે સ્થિતિ પર નજર રાખવા માટે એક બેઠક કરી. ICMRની લેબની સંખ્યા વધારવા અને વાયરસ પર દેખરેખ રાખવાનો નિર્ણય કર્યો છે. સાથે, આંતરરાષ્ટ્રીય યાત્રા કરનાર લોકોનું સ્ક્રીનિંગ વધારવામાં આવ્યું છે.


શું છે HMPV વાયરસ અને તેના લક્ષણો?
HMPV વાયરસ મુખ્યત્વે શ્વાસ સાથે સંબંધિત બિમારીથી ફેલાવે છે. આ તમામ ઉંમરના લોકોને પ્રભાવિત કરી શકે છે, પરંતુ નાના બાળકો અને વૃદ્ધો પર વધુ અસર થાય છે. તેનું મુખ્ય લક્ષણ છે નાકમાંથી પાણી વહેવું, ગળામાં ખરાશ, તાવ, ખાંસી, થાક અને માથાનો દુખાવો છે.