Holi Skin Care: હોળીમાં કોઈ પાક્કો રંગ લગાવી દે તો ફિકર નોટ, તમારી સ્કિનને રક્ષણ આપશે આ વસ્તુ
હોળી એ રંગોનો તહેવાર છે. આ તહેવારમાં લાલ, પીળો, વાદળી, ગુલાબી રંગોથી લોકો હોળી રમે છે. પરંતુ આ રંગોમાં અનેક પ્રકારના રસાયણો પણ ભળે છે જે આપણી ત્વચાને નુકસાન પહોંચાડે છે. ત્યારે આ સ્થિતિમાં હોળી રમવાની સાથે સ્કિનની સંભાળ રાખવી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
નવી દિલ્લીઃ હોળી એ રંગોનો તહેવાર છે. આ તહેવારમાં લાલ, પીળો, વાદળી, ગુલાબી રંગોથી લોકો હોળી રમે છે. પરંતુ આ રંગોમાં અનેક પ્રકારના રસાયણો પણ ભળે છે જે આપણી ત્વચાને નુકસાન પહોંચાડે છે. ત્યારે આ સ્થિતિમાં હોળી રમવાની સાથે સ્કિનની સંભાળ રાખવી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે, જો તમે તમારી ત્વચાની સંભાળ ન રાખો તો ફોલ્લીઓની સાથે સાથે ખૂબ ડ્રાયનેસ પણ થઈ શકે છે. તો આજે અમે તમને એવી જ કેટલીક ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમારી સ્કિનને રંગો લગાવ્યા બાદની ડ્રાયનેસથી બચાવશો.
1. ટામેટાંઃ
ચહેરાની સાથે હાથ અને પગ પરના રંગોને દૂર કરવા માટે ટામેટાંનો ઉપયોગ કરો. ટામેટાંને જાડા ટુકડાઓમાં કાપો અને તેને તમારી ત્વચા પર હળવા હાથે ઘસો. ખુબ ઝડપથી ન ઘસવું નહીં તો સ્કિનને નુકસાન પહોંચી શકે છે. ટામેટાંની મદદથી રંગ સરળતાથી નીકળી જશે. સાથે જ ત્વચામાં થતી બળતરામાં પણ રાહત મળે છે.
2. નારિયેળ તેલઃ
હોળી પર કેમિકલવાળા રંગના ઉપયોગથી ખંજવાળ આવવી તે સામાન્ય બાબત છે. જો તમને પણ આ સમસ્યા થાય છે તો નાળિયેરનું તેલ લગાવવું શ્રેષ્ઠ ઉપાય છે. તેનાથી ઘણો આરામ મળશે.
3. મલાઈઃ
હોળીના રંગોને કાઢવા માટે વારંવાર સાબુ, ફેસવોશનો ઉપયોગ સ્કિનને વધારે ડ્રાય કરી નાખે છે. જેનાથી સ્કિન ખેંચાય છે અને તેમાં ખંજવાળ આવવા લાગે છે. તો તેના માટે તમારે મલાઈમાં લીંબુ લગાવવું જોઈએ. જેનાથી ડ્રાયનેસ અને જલન બંને સમસ્યાથી છૂટકારો મળશે.
4. મધઃ
હોળી રમ્યા બાદ ત્વચા રુખી-સુખી થઈ જાય છે. તેથી દહીંમાં મધ અને હળદર નાખીને સ્કિન પર લગાવો અને પછી ઠંડા પાણીથી ધોઈ લો. તેનાથી સ્કિન મુલાયમ બની જશે. સાથે જ આ ફેસ પેકથી ચહેરા પર લાગેલો રંગ પણ સાફ થઈ જશે.
5 ઓલિવ ઓયલઃ
હોળી રમતાં પહેલાં પોતાની સ્કિન પર ઓલિવ ઓયલથી મસાજ કરો. આવું કરવાથી સ્કિન મુલાયમ થશે અને સ્કિમમાં થઈ રહેલી ઈચિંગમાંથી છુટકારો મળશે.