નવી દિલ્લીઃ ફાગણ મહિનાની પૂનમના દિવસે સૂર્ય અને ચંદ્રની સ્થિતિ ખૂબ જ ખાસ હોય છે, એટલે જ આ દિવસને તંત્ર અને જ્યોતિષ માટે ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. માન્યતા એ છે કે, આ દિવસે કરવામાં આવેલા ઉપાયો ખાલી નથી જતા અને જલ્દી પરિણામો આપે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રંગો અને ખુશીઓ લાવનાર તહેવાર હોળીની રાહ સૌ કોઈને હોય છે. સૌને મળવાનો, મનનો મેલ દૂર કરવાનો અને ચટાકેદાર વાનગી ખાવાની સાથે જ્યોતિષ અને તંત્રની દ્રષ્ટિએ પણ આ તહેવાર ખૂબ જ મહત્વનો છે. ફાગણ મહિનાની પૂનમના દિવસે સૂર્ય અને ચંદ્રની સ્થિતિ ખૂબ જ ખાસ હોય છે, એટલે જ આ દિવસને તંત્ર અને જ્યોતિષ માટે ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. માન્યતા એ છે કે, આ દિવસે કરવામાં આવેલા ઉપાયો ખાલી નથી જતા અને જલ્દી પરિણામો આપે છે.


હોળીના દિવસે કરો આ અસરકારક ઉપાય:


બીમારી દૂર કરવા માટે-
જો તમારા ઘરમાં કોઈ લાંબા સમયથી બીમાર હોય તો, હોળીની રાત્રે તુલસીની માળા સાથે 'ॐ નમો ભગવતે રુદ્રાય મૃતાર્ક મધ્યે સંસ્થિતાય મમ શરીરં અમૃતં કુરુ કુરુ સ્વાહા'નો 1008 વાર જાપ કરો. આ સંકલ્પ કરતા સમયે જે બીમાર છે તે વ્યક્તિનું નામ જરૂરથી લો. બીમાર વ્યક્તિની તબિયતમાં આટલું કરવાથી જલ્દી સુધારો દેખાશે.


ધન પ્રાપ્તિ માટે ઉપાય-
જે રીતે દિવાળીની રાત્રિ ધન પ્રાપ્તિના ઉપાય કરવા માટે ખૂબ જ ખાસ હોય છે, એવી જ રીતે હોળીની રાત્રિ પણ ધનવાન બનવા માટે ખૂબ જ મહત્વની હોય છે. હોળીની રાત્રે ચંદ્રની વિધિ-વિધાનથી પૂજા કરીને ચંદ્રમાને ગાયના કાચા દૂધનું અર્ધ્ય આપો. સાથે જ ખીર કે દૂધમાંથી બનાવવામાં આવેલી મિઠાઈ અર્પિત કરો.  બહુ જલદી દિવસો બદલાશે.


ગ્રહ દોષ દૂર કરવાનો ઉપાય-
કુંડલીમાં જો કોઈ પણ પ્રકારનો ગૃહ દોષ હોય તો તેમાંથી રાહત પામવા માટે હોળીનો દિવસ ખૂબ જ ખાસ હોય છે. એ માટે હોલિકા દહનની રાખથી શિવલિંગનો અભિષેક કરો. સાથે જ આ રાખને પાણીમાં નાખીને નાહી લો. જેનાથી ગૃહના દોષોને રાહત મળશે.


મનોકામના પૂર્ણ કરવાનો ઉપાય
જો તમારી કોઈ મનોકામના લાંબા સમયથી પુરી નથી થઈ રહી તો, હોળીની રાત્રે તમારી ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે. તેના માટે હોલિકા દહન પહેલા હોલિકાની પૂજા કરો. પૂજામાં હળદરની ગાંઠ, ફળ-શાકભાજી અને છાણાનો ઉપયોગ જરૂર કરો. પૂજા બાદ હોલિકાની ચારે બાજુ કુલ આઠ દીવડા પ્રગટાવો અને પૂજાની તમામ સામગ્રી હોલિકા પર ચડાવી દો. આ ઉપાય તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી તમામ જાણકારી માન્યતાઓ અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે.ZEE 24 કલાક તેની પુષ્ટી નથી કરતું)