Holika Dahan 2022 Shubh Muhurat: હોલિકા દહન 17 માર્ચ 2022ના રોજ છે. હોલિકા દહનની પુજાના શુભ મુહૂર્ત 9.20થી 10.31 મિનિટ સુધી છે. એવામાં લોકોને હોલિકા દહનની પૂજા માટે માત્ર એક કલાકનો સમય મળશે. હોલિકા દહન દરમિયાન કઈ સાવધાની રાખવી જરૂરી છે, તમે આ લેખમાં તેના વિશે જાણી શકશો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વર્ષે હોલિકા દહન 17 માર્ચે થશે અને બીજા દિવસે એટલે કે 18 માર્ચે રંગોની હોળી (ધૂળેટી) રમવામાં આવશે. એવું માનવામાં આવે છે કે જો તમે ગરીબીમાંથી મુક્તિ મેળવવા માંગતા હોવ તો આ દિવસે શરીર પર ઉબટન લગાવીને તેનો અંશ હોલિકામાં નાખો. આમ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવવાની સાથે ગરીબી પણ દૂર થાય છે. પરંતુ હોલિકા દહન કરતી વખતે થોડી સાવચેતી રાખવી જરૂરી છે જેથી કરીને કોઈ સમસ્યા ન થાય.


હોલિકા દહનમાં આ બાબતોનું ધ્યાન રાખો (Holika Dahan 2022 rules)
- યોગ્ય મૂહૂર્ત પર હોલિકા દહન કરો.
- હોલિકા દહન પૂર્ણિમાના અંતિમ ભાગમાં એટલે કે ભદ્રા રહિત કાળમાં થશે.
- હોલિકા દહનની પુજાનું શુભ મુહૂર્ત રાત્રે 9.20 થી 10.31 મિનિટ સુધી રહેશે કારણ કે આ સમય ભદ્રા રહિત હશે. એટલા માટે રાત્રે હોલિકા દહનનો સમય રાખવામાં આવ્યો છે.
-હોલિકા દહનના સ્થાનને ગંગાજળથી શુદ્ધ કરવાનું ભૂલતા નહીં.
- હોલિકા દહન માટે વચ્ચે એક ડંડો રાખો. ચારેબાજુ સૂકાયેલા છાણા, સૂકાયેલા લાંકડા, સૂકું ઘાસ રાખો. ત્યારે અગ્નિ પ્રગટાવો જ્યારે હોલિકા દહનનું મુહૂર્ત હોય.


ધન-દૌલત અને બાળકોને નજર દોષ અને ખરાબ આદતોથી બચાવવાનો ઉપાય
- હોલિકા દહનમાં નાળિયેળ, સોપારી અને સિક્કા નાંખો.
- નાળિયેળ બાળકોની બુદ્ધિમાં વધારો અને દિમાગ શક્તિશાળી બનાવશે.
- સોપારી બાળકોની ખરાબ આદતો અને ખરાબ વિચારો પર રોક લગાવશે.
- આ રીતે હોલિકા દહનની અગ્નિમાં બાળકોની દુષ્ટતા બળી જશે.
- બાળકો સુખી થઈને ભણશે, લખશે અને ખુબ ધન કમાવશે.


હોલિકા દહન સ્થળ પર આ વાતોનું રાખો ખાસ ધ્યાન
- હોલિકા દહન પહેલા પુજા કરો.
- પૂજામાં દીવો, ધૂપ, માળા, શેરડી, ચોખા, કાળા તલ, કાચો કપાસ, પાણીનો લોટો, પાપડ ચઢાવો.
- પુજામાં હનુમાનજી અને શીતળા માતાને પ્રણામ કરો.
- હોલિકા દહનમાં ચોખા, કેરી અને લીમડાના લાકડા, પાપડ અને ઘઉંની બુટ્ટીઓ નાખો અને હોળીકા દહનના બીજા દિવસે એટલે કે હોળીના દિવસે સવારે હોલિકા દહનના સ્થળે ઠંડું પાણી રેડો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube