શું તમે પણ ઘર ખરીદવાનું વિચારી રહ્યાં છો? તો આ 5 ડોક્યૂમેન્ટ ચેક કરવાનું ભૂલથી પણ ના ભૂલતા
તમે જે ઘર ખરીદવા માગો છો તે ગેરકાયદે નથી ને. તેની તપાસ કરવી હવે ખુબ જ સરળ છે. કેટલાક દસ્તાવેજ છે તેની તપાસ કરતા જ ખબર પડી જશે કે જે મિલકત ખરીદી રહ્યા છો તેમાં કોઈ વાંધાજનક બાબત નથી ને.
નવી દિલ્હીઃ ઘર ખરીદવું એ દરેક વ્યક્તિના જીવનનું સપનું હોય છે. મોટા ભાગના લોકો ઘર જીવનમાં એક જ વખત ખરીદવામાં આવતું હોય છે. ઘર ખરીદવું એ લાંબા સયમનું રોકાણ છે. જેથી તેની ખરીદી પહેલાં તમામ તપાસ કરવી જરૂરી છે. કોઈ પણ પ્રોપર્ટી કાયદેસર છે કે ગેરકાયદે જેની તપાસ માટે કેટલાક ડોક્યૂમેન્ટની ચકાસણી જરૂરી છે. જેની સાથે મકાનની સાઈટની વિઝિટ કરીને તપાસ કરવી પણ જરૂરી છે. તમે જે ઘર ખરીદવા માગો છો તે ગેરકાયદે નથી ને. તેની તપાસ કરવી હવે ખુબ જ સરળ છે. કેટલાક દસ્તાવેજ છે તેની તપાસ કરતા જ ખબર પડી જશે કે જે મિલકત ખરીદી રહ્યા છો તેમાં કોઈ વાંધાજનક બાબત નથી ને.
ટાઈટલ ડોક્યૂમેન્ટ-
આ ડોક્યુમેન્ટનો ઉપયોગ મિલકતના માલિકી હકના ટ્રાન્સફર કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. જેથી તેની તપાસ કરવી સૌથી જરૂરી હોય છે.
બોજ પ્રમાણપત્ર-
બોજ પ્રમાણપત્રની તપાસ કરવાથી એ વાતની જાણકારી મળશે કે મિલકત પર કોઈ લોન છે કે નહીં. જેથી તમારે આની તપાસ કરી એ વાતની ખાતરી કરી લેવી જોઈએ કે મિલકત પર કોઈ લોન કે દેવું નથી ને.
પ્રોપર્ટી ટેક્સની રસીદ-
ઘરના વર્તમાન માલિક પાસેથી પ્રોપર્ટી ટેક્સની રસીદ માગવી જોઈએ. આ રસીદ પરથી તમને માહિતી મળશે કે જે સોસાયટી કે વિસ્તારમાં ઘર છે તે સરકાર માન્ય છે કે નહીં
સેલ્સ ડીડની તપાસ જરૂરી-
મિલકતની માલિકીનો હક મેળવવા માટે સેલ્સ ડીડ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. જેમાં બંને પક્ષકારોના નામ અને ઉંમર, સરનામું અને સંપત્તિ વિશે માહિતી આપવામાં આવે છે. જેથી તેની કાળજી પૂર્વક તપાસ કરવી જોઈએ.
પાવર ઓફ એટર્ની-
જો તમે માલિક પાસેથી સીધી મિલકત ખરીદતા નથી તો તમારે વેચનારની પાવર ઓફ એટર્નીની તપાસ કરવી જોઈએ. આનાથી સ્પષ્ટ થશે કે તેની પાસે તે મિલકત વેચવાનો ખરેખર અધિકાર છે કે નહીં