Rent Agreement: તમે મકાન કે દુકાન કોઈને ભાડે આપો અને આ નહીં કરો તો કોઈક બથાઈ પડશે તમારી મિલકત. તેથી તમારે આ નિયમો જાણી લેવાની જરૂર છે. આજકાલ દરેક વ્યક્તિ પોતાના ઘરનું ઘર લઈ શકતો નથી. મકાનોના વધતા જતા ભાવ અને બેન્કના વ્યાજદરમાં વધારો એ લોકોના ઘરનાં ઘરનાં સપનાંને બ્રેક મારી રહ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમે પણ શહેરમાં જાઓ અને  ભાડા પર મકાન લેશો તો તમારે ભાડા કરાર કરવો પડે છે. ભાડાના કરારમાં ભાડાથી લઈને અન્ય ઘણી પ્રકારની માહિતી હોય છે. ભાડા કરાર હંમેશા 11 મહિના માટે જ કરવામાં આવે છે. જો તમે ક્યારેય ભાડાના મકાનમાં રહ્યા હો અથવા હજુ પણ રહેતા હો તો તમારા માટે જાણવું જરૂરી છે કે શા માટે ભાડા કરાર ફક્ત 11 મહિના માટે કરવામાં આવે છે. હવે આવું કેમ થાય છે અને તેની પાછળનું કારણ શું છે? ચાલો સમજીએ.


આ છે નિયમો..
હકીકતમાં ભારતીય નોંધણી અધિનિયમ 1908ની કલમ 17(ડી) હેઠળ એક વર્ષથી ઓછા સમયગાળા માટે ભાડા કરાર અથવા લીઝ કરારની નોંધણી કરાવવી ફરજિયાત નથી. આનો અર્થ એ છે કે મકાનમાલિક માત્ર 11 મહિના માટે ભાડા કરાર કરી શકે છે.


11 મહિનાનો જ શા માટે હોય છે ભાડા કરાર-
આપણા દેશના જટિલ કાયદાઓ છે અને મોટાભાગના કાયદા ભાડૂતોની તરફેણમાં છે. આવી સ્થિતિમાં જો મિલકતના માલિકનો કોઈ ભાડૂઆત સાથે વિવાદ હોય અને તે ભાડૂત પાસેથી મિલકત ખાલી કરવા માંગે છે તો તે તેના માટે ખૂબ મુશ્કેલ કાર્ય બની જાય છે. થોડીક ભૂલના કારણે મિલકતના માલિકે પોતાની મિલકત માટે વર્ષો સુધી કાનૂની લડાઈ લડવી પડે છે. તેથી જ ભાડા કરાર 11 મહિના માટે જ કરવામાં આવે છે.


કાયદેસર રીતે માન્ય છે?
11 મહિના માટે નોટરાઇઝ્ડ ભાડા કરારનો મુસદ્દો તૈયાર કરવો કાયદેસર રીતે માન્ય છે. જો કોઈ વિવાદ હોય તો આ કરારો પુરાવા તરીકે રજૂ કરી શકાય છે. આવા ભાડાનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે રૂ. 100 અથવા રૂ. 200ના સ્ટેમ્પ પેપરનો ઉપયોગ કરવામાં આવે છે. જેકે, જમીન મિલકતને લઈને આવેલો નવો કાયદો લેન્ડ ગ્રેબિંગ એક્ટ પણ વિવાદ વખતે એમાં લાગુ પડે છે. જેની દરેકે નોંધ લેવાની જરૂર છે.


વિવાદ પર શું થાય છે?
રેન્ટ ટેનન્સી એક્ટમાં જો ભાડા અંગે વિવાદ થાય અને મામલો કોર્ટમાં જાય તો કોર્ટને ભાડું નક્કી કરવાનો અધિકાર છે. ત્યારે મકાનમાલિક તેનાથી વધુ ભાડું વસૂલી શકે નહીં.


ભાડા કરારની ફી ભાડૂત દ્વારા ચૂકવવાની રહેશે-
આ સિવાય 11 મહિના માટે ભાડા કરાર કરવાનું મુખ્ય કારણ સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફીથી બચવાનું છે. કારણ કે જો ભાડા કરાર એક વર્ષથી ઓછા સમયગાળા માટે હોય તો તેના પર ચૂકવવાપાત્ર સ્ટેમ્પ ડ્યુટી ફરજિયાત નથી. 11 મહિનાનો ભાડા કરાર મકાનમાલિકની તરફેણમાં છે. ભાડા કરારની ફી ભાડૂત દ્વારા ચૂકવવાની રહેશે.