ઝી બ્યૂરો, અમદાવાદઃ ખરેખર આજની દુનિયામાં પણ લોકો અલગ અલગ માન્યતાઓ ધરાવે છે. આજે અમે તમને એક એવા ગામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં લોકો એકથી વધુ માળનું ઘર નથી બનાવતા. તમને જણાવી દઈએ કે, ઘરની ઉપર ઘર ન બનાવવાની આ અનોખી પરંપરા લગભગ 700 વર્ષથી ચાલી આવે છે. ચાલો જાણીએ આવું કેમ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજકાલ 2 માળના ઘરો ટ્રેન્ડમાં છે. દરેક વ્યક્તિ પોતાનું ઘર બનાવવાનું સપનું જુએ છે અને જો ઘર પાંચ માળનું હોય તો શું કહેવું. તમે તમારા ઘરની આજુબાજુ જોયું હશે કે જે લોકો પાસે સારી એવી જમીન છે તેઓ કાં તો પાંચ માળનું ઘર જાતે બનાવે છે અથવા બિલ્ડર પાસે બનાવે છે. અમદાવાદમાં તો હવે 25થી 30 માળના ફ્લેટ બનવા લાગ્યા છે. 


જેથી દરેક માળે બનેલા ફ્લેટ વેચી શકાય અથવા ભાડે આપી શકાય. આજે અમે તમને એક એવા ગામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં લોકો પાસે પૈસા અને જમીન છે, પરંતુ લગભગ 700 વર્ષથી એક માળથી વધુ ઘર બનાવી શકતા નથી. આવો જાણીએ આ ગામ વિશે. છેવટે, બધા ગ્રામજનો આવું કેમ કરે છે?


આ ગામ રાજસ્થાનમાં છે-
અમે જે ગામની વાત કરી રહ્યા છીએ તે રાજસ્થાનમાં છે. જે રાજ્યના ચુરુ જિલ્લાના સરદારશહર તાલુકાનું 'ઉડસર ગામ' છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ ગામમાં રહેતા લગભગ તમામ લોકોની પોતાની જમીન છે, પરંતુ લગભગ 700 વર્ષથી અહીં કોઈએ બે માળનું મકાન નથી બનાવ્યું.


ઘરની ઉપર બીજો માળ ન બાંધવા પાછળ ગામમાં અનેક કથાઓ પ્રચલિત છે. તમને જણાવી દઈએ કે, ગામના લોકોનું માનવું છે કે જો આ ગામમાં કોઈ પણ પરિવાર એકથી વધુ માળ બનાવે છે તો તેને અને તેના પરિવારને ઘણું સહન કરવું પડે છે. ગામના લોકોએ જણાવ્યું કે અત્યાર સુધી આ ગામમાં ત્રણ પરિવારોએ એકથી વધુ માળનું ઘર બનાવવાની કોશિશ કરી હતી, ત્યારબાદ તેમના પરિવારો સાથે અપ્રિય ઘટનાઓ બનવા લાગી હતી. બધા એક પછી એક મરવા લાગ્યા.


આવી છે સ્ટોરી-
ગામના સ્થાનિક લોકોનું કહેવું છે કે લગભગ 700 વર્ષ પહેલા અહીં ભોમિયા નામની વ્યક્તિ રહેતી હતી. એક દિવસ તેને ખબર પડી કે ગામમાં કેટલાક લોકો આવ્યા છે, જે ગામના ન હતા, પણ ચોર હતા. જે બાદ ભોમિયાએ એકલાએ જ તમામ ચોરોને ભગાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ ચોરોની સંખ્યા વધુ હતી, જેના કારણે તે સંપૂર્ણ રીતે ઘાયલ થઈ ગયો હતો.


પોતાનો જીવ બચાવવા માટે ભોમિયો તેના સસરાના ઘરના બીજા માળે છુપાઈ ગયો, પરંતુ ચોર ત્યાં તેની પાછળ દોડ્યા. જે બાદ ચોરોએ ભોમિયાનું ગળું કાપી નાખ્યું હતું. જ્યારે ભોમિયાની પત્નીને આ ઘટનાની જાણ થઈ, ત્યારે તેણે ગ્રામજનોને શ્રાપ આપ્યો કે જો કોઈ ગામમાં તેમના ઘરના બીજા માળે ઘર અથવા ઓરડો બનાવશે, તો તેના પરિવારનો નાશ થશે. જે બાદ ગ્રામજનો બીજો માળ બાંધવામાં આનાકાની કરે છે.


બીજો માળ બનાવતા 9 પુત્રો મૃત્યુ પામ્યા-
એક ગામવાસીએ જણાવ્યું કે, અહીં રહેતા એક વ્યક્તિએ 40 થી 45 વર્ષ પહેલાં તેના પુત્રો માટે બીજો માળ બનાવ્યો હતો, પરંતુ તેઓ આ ગામમાં સુખેથી રહી શક્યા ન હતા. એક પછી એક બધા મૃત્યુ પામ્યા છે. આશ્ચર્યની વાત એ હતી કે આ માણસને 9 પુત્રો હતા, જેમાંથી એક પણ બચ્યો ન હતો.


આ ગામમાં ભોમિયાજીનું મંદિર-
જ્યારે ચોરોએ ભોમિયાનું ગળું કાપી નાખ્યું હતું અને જ્યાં તેનું માથું પડ્યું હતું ત્યાં હવે મંદિર છે. જેને ગ્રામજનો દ્વારા ખૂબ માન આપવામાં આવે છે. અહીંના લોકોની આસ્થા આ મંદિર સાથે જોડાયેલી છે. દર ચતુર્થીએ અહીં પૂજા કરવામાં આવે છે. આ સિવાય ગામના લોકોનું માનવું છે કે જ્યારે પણ ગામમાં કોઈ સંકટ આવે છે ત્યારે ભોમિયાજી તેમની રક્ષા કરે છે.