નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નેશનલ કોન્ફરન્સ ઓન ડિલિવરિંગ ડેમોક્રેસીના કાર્યક્રમમાં જનતાને સંબોધિત કરી. તેમણે પીએમ મોદીના 20 વર્ષના કાર્યો અંગે જાણકારી આપી. અમિત શાહે કહ્યું કે આપણી ઓળખ કામના આધારે થવી જોઈએ. પીએમ મોદીની નીતિઓને જનતા વધુ સારી રીતે જાણે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમિત શાહે કહ્યું કે અભણોની ફોજ લઈને કોઈ રાષ્ટ્ર વિકાસ કરી શકે નહીં. મને ટ્રોલ કરવામાં આવ્યો પરંતુ આમ છતાં બોલી રહ્યો છું. આ અભણો વિરુદ્ધ નથી પરંતુ અભણોને ભણાવવાની જવાબદારી શાસનની હોય છે. પીએમ મોદીએ એટલે બેટી બચાવો, બેટી ભણાવોની મુહિમ ચલાવી. આજે ગામડાની અંદર વિકાસ પહોંચી રહ્યો છે. 


તેમણે વધુમાં કહ્યું કે બધાએ વિચારવું જોઈએ કે ઓળખ જાતિના આધારે ન થાય પરંતુ સિદ્ધિઓના આધારે ઓળખ થવી જોઈએ. 60ના દાયકા બાદ ખાસ કરીને 2014 સુધી દેશની જનતાના મનમાં સવાલ હતો કે બહુપક્ષીય સંસદીય વ્યવસ્થા સફળ થઈ શકે છે કે શું? કલ્યાણ રાજ્યની વ્યવસ્થા ધ્વસ્ત થઈ ગઈ હતી. પીએમ મોદીની 30 વર્ષ બાદ પૂર્ણ બહુમતની સરકાર બની. શુદ્ધ રીતે ભાજપની સરકાર પીએમ મોદીના નેતૃત્વમાં બની. અનેક લોકો પાસે મોટી મોટી ડિગ્રીઓ હશે. પરંતુ પીએમ મોદી એમએ છે. તેમને પંચાયત ચલાવવાનો પણ અનુભવ ન હતો અને તેઓ 2001માં મુખ્યમંત્રી બન્યા. 


NCB અધિકારી સમીર વાનખેડે પર નવાબ મલિકની નવી ટ્વીટ, શેર કર્યું 'નિકાહનામું' અને લગ્નની તસવીર


Pegasus જાસૂસી કેસમાં સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય, SIT કરશે મામલાની તપાસ 


અમિત શાહે કહ્યું કે મનમોહન  સિંહની કેવી સરકાર હતી કે તેમની કેબિનેટમાં કોઈ તેમને પ્રધાનમંત્રી નહતા માનતા. દરેક મંત્રી કદાચ પોતાની જાતને જ પ્રધાનમંત્રી માનતા હતા. લાગતું હતું કે આપણી ડેમોક્રેટિક વ્યવસ્થા તૂટી જશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube